વિશ્વના 100 સૌથી વધુ કમાણી કરતાં ખેલાડીઓમાં એકમાત્ર ક્રિકેટર વિરાટ કોહલી, જાણો કોણ છે નંબર વન?
આ યાદીમાં સૌથી ટોચ પર અમેરિકાનો બોક્સર ફ્લોયડ મેયવેદર છે. બીજા નંબરે આર્જેન્ટિનાનો ફૂટબોલર લાયોનેલ મેસ્સી છે. ત્રીજા નંબરે પોર્ટુગલનો ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, ચોથા નંબરે UFC બોક્સર કોનર મેક્ગ્રેગર અને પાંચમાં નંબરે બ્રાઝિલનો ફૂટબોલર નેમાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલી જલ્દી એમએસ ધોનીને પાછળ છોડી શકે છે. ધોની અત્યાર સુધીનો સૌથી હાઇએસ્ટ પેડ એથ્લિટ છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની ધોનીની કમાણી 2015માં 3.1 કરોડ ડોલર હતી.
30 વર્ષનો વિરાટ કોહલી ફોર્બ્સના ટોપ-100 હાઇએસ્ટ પેડ એથ્લિટ્સમાં સામેલ થઈ ગયો છે. કોહલી આ લિસ્ટમાં 83માં નંબરે છે. છેલ્લા 12 મહિનામાં જાહેરાતથી વિરાટ કોહલીની કમાણી 2.4 કરોડ ડોલરની રહી છે. કોહલી દુનિયાનો એકમાત્ર ક્રિકેટર છે જેણે આ યાદીમાં સ્થાન મળ્યું છે. કમાણીના મામલે કોહલી ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ અને ફુટબોલર સર્જિયો એગ્વેરોથી પણ આગળ છે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલીની કારકિર્દીનો ગ્રાફ જેમ જેમ વધી હ્યો છે તેમ તેમ તેના બ્રાન્ડ પ્રમોશનનો નંબર પણ વધી રહ્યો છે. ઘડિયાળ, કાર, સ્પોર્ટ્સ શૂ, મોટરબાઈક, કપડા, ટાયર, સ્નેક્સ, હેલ્થ ફૂડ, હેડફોન ત્યાં સુધી કે ટૂથ બ્રશની જાહેરાતમાં પણ તે જોવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -