ધ સ્કાઈ ઈઝ પિંકનું ટ્રેલર સોમવારે રિલીઝ થયું હતું. ત્યાર બાદ મહારાષ્ટ્ર પોલીસની નજર આ ફિલ્મના ટ્રેલર પર પડી, જેમાં પ્રિયંકા ફરહાનને કહે છે કે, જેવી જ તેની દીકરી આયશા ઠીક થઈ જશે એટલે આપણે બેંક લૂંટી લઈશું.
ટ્રેલર બાદ મહારાષ્ટ્ર પોલીસે ચેતવણી આપતા લોકોને એક મેસેજ પહોંચાડ્યો છે. મહારાષ્ટ્ર પોલીસે ટ્વીટ કર્યું કે, ‘ IPC સેક્શન 393 મુજબ 7 વર્ષની સજા થાય છે. #ColoursOfLaw #TheSkyIsPink @priyankachopra @FarOutAkhtar’ સાથે તેમણે એક ફોટો શેર કર્યો જેમાં પ્રિયંકા કહી રહી છે એક વખત આયશા ઠીક થઈ જાય, પછી સાથે બેંક લૂંટીશું.
પ્રિયંકા ચોપડાએ પણ મહારાષ્ટ્ર પોલીસનું ટ્વીટ શેર કરતા લખ્યું કે ‘OOPS..રંગે હાથે પકડાઈ ગઈ. હવે પ્લાન બી એક્ટિવ કરવો પડશે.’
ફિલ્મ આયશા ચૌધરીના જીવનની આસપાસ બનેલી સત્ય ઘટના પર આધારિત છે. તે એક યુવા લેખક અને મોટિવેશન સ્પીકર હતી. આયશાનો જન્મ 27 માર્ચ 1996માં દિલ્હીમાં થયો હતો. ગંભીર બીમારી પલ્મનરી ફાઈબરોસિસને કારણે આયશા માત્ર 18 વર્ષની ઉંમરે જ તેનું મૃત્યું થઈ ગયું.