મુંબઇઃ બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ પોતાના પતિ નિક જોનાસને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. પ્રિયંકાએ કહ્યું કે, મારા પતિ એકવાર મારા એક સીનને લઇને રડવા લાગ્યા હતા, આ એક કામૂક - ઇન્ટેન્સ સીન હતો, જે અન્ય હીરો સાથે એક્ટ કરવાનો હતો.

પોતાની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કના પ્રમૉશન માટે ટૉરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલી પ્રિયંકાએ ખુલાસો કર્યો, તેને કહ્યું કે, હું મારા લગ્ન પહેલાની એક વાત કહું છું, જ્યારે હું અને નિક પ્રેમમાં હતા આ દરમિયાન હું ફિલ્મ સ્કાઇ ઇઝ પિન્કનુ શૂટિંગ કરી રહી હતી. સેટ પર નિક પણ હાજર હતા. અમે લગ્નની તૈયારીઓ પણ કરી રહ્યાં હતા.



આ દરમિયાન સેટ પર મારે ફિલ્મ માટે એક ઇન્ટેન્સ સીન ભજવવાનો હતો. હું અન્ય હીરો સાથે કામૂક સીન કરતી હતી ત્યારે આ જોઇને મારા પતિ નિક રડવા લાગ્યા હતા. ફિલ્મની પ્રૉડ્યૂસર સોનાલી પણ સેટ પર હાજર હતી. સોનાલીએ નિકને આ સીનના કારણે રડતા જોયા હતા.



ફિલ્મ સ્કાઇ ઇઝ પિન્કની વાત કરીએ તો મૉટિવેશન સ્પીકર આઇશા ચૌધરીના પેરેન્ટ્સની લવ સ્ટૉરી પર આધારિત છે. 11 ઓક્ટોબર, 2019ના દિવસે ફિલ્મ રિલીઝ થઇ રહી છે.