મુંબઈઃ બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને ત્રણ મહિનાથી વધારે સમય થઈ ગયો છે. પતિ નિક સાથે હંમેશા પોતાની રોમાન્ટિક કેમિસ્ટ્રી શેર કરનાર પ્રિયંકા પોતાના હાલમાં એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે ખુલાસો કર્યો કે તે સારી પત્ની નથી. હાલમાં જ પ્રિયંકાનું નામ યુએસ ટુડે પાવર આઈકન લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું હતું. આ લિસ્ટ અનુસાર પ્રિયંકા મનોરંજન જગતની 50 સૌથી પાવરફૂલ મહિલાઓમાંની એક છે.
મંગળવારે પ્રિયંકા એક ટોક શોમાં પોતાના લગ્ન અને નિક જોનસ વિષે અનેક ખુલાસા કર્યા હતા. પ્રિયંકા જોનસે કહ્યું કે નિક જોનસ એક એવા પરિવારમાંથી આવે છે જ્યાં તેની માતા તેના માટે રસોઈ બનાવે છે. મને રસોઈ બનાવતા નથી આવડતી એટલે હું એક ખરાબ પત્ની છું.
પ્રિયંકાએ જણાવ્યું, “હું બિલકુલ કૂકિંગ નથી કરી શકતી. નિકે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં તેને કહી દીધું હતું કે જો, તુ એક સારા ફેમિલીમાંથી આવે છે અને તને તારી મમ્મીના હાથનું ટેસ્ટી ફૂડ પસંદ છે પરંતુ તુ તારી માતા જેવી છોકરી સાથે લગ્ન નથી કરવા જઈ રહ્યો. મને કૂકિંગ બિલકુલ નથી આવડતુ.”
પ્રિયંકાએ વધુમાં કહ્યું કે તેને માત્ર એગ્સ બોઈલ કરતા આવે છે. નિકને આ વાત કહેવા પર નિકે કહ્યું કે તેને આ વાતથી કોઈ વાંધો નથી. નિકે કહ્યું કે તેને પોતાને પણ રસોઈ કરતા નથી આવડતું.