ફરી એક વખત પ્રિયંકા તેનાં ‘મેટ ગાલા’ લૂકને લઈને ચર્ચામાં આવી છે. આ વખતે પ્રિયંકા વ્હાઈટ અને સિલ્વર કપડાંમાં નજર જોવા મળી છે.
પ્રિયંકા ચોપરાએ Dior બ્રાન્ડનો ડ્રેસ પહેર્યો છે. આ થાઈ હાઈ સ્લિટ સિલ્વર વ્હાઈટ ડ્રેસમાં તે વિચિત્ર લાગે છે કારણ કે તેની સાથે પ્રિયંકાએ પિંક ગિલટરી મેકઅપ કર્યો છે અને તેની હેર સ્ટાઇલ ઘણી જ વિચિત્ર છે.
ભલે ઈવેન્ટની થિમ પ્રમાણે આ લૂક એકદમ પરફેક્ટ હોય પણ આપણી ભારતના લોકો અને સોશિયલ મીડિયા ફેન્સને તો પ્રિયંકાની આ તસવીરોથી મિમ્સ બનાવવા કામ લાગશે.
આ સ્ટાઇલને તેઓ ‘આફ્રિકન કર્લ’ નામ આપ્યું છે જે તેનાં પર ઘણું જ વિચિત્ર લાગતું હતું. આ લુકની ઉપર તેણે માથે એક તાજ પણ પહેર્યો છે.
વેલ આ બધાની વચ્ચે પ્રિયંકાની સાથે આવેલાં નિકની પણ નોંધ લેવાવી જરૂરી છે. તે પણ વ્હાઇટ આઉટફિટમાં નજર આવ્યો. તેનાં કપડાં તેનાં પર સૂટ થતા હતાં.