બોલીવુડની કઇ હોટ એક્ટ્રેસની તસવીરનો વિવાદ, મંગળસૂત્ર પહેર્યું હોવાની ચર્ચા, લગ્ન કરી લીધા છે કે શું?
પોતાના બ્રેસલેટના કારણે થયેલી કન્ફ્યૂઝન પર મસ્તી કરતા પ્રિયંકાએ એક તસવીર શેર કરી અને જણાવ્યું કે, લગ્નના ન્યૂઝ ખોટા છે. તસવીર શેર કરતાં પ્રિયંકાએ લખ્યું, હા હા હા... આ ઇવિલ આઇનું બ્રેસલેટ છે. તમે શાંત થઇ જાઓ. હું જ્યારે લગ્ન કરીશ તો બતાવી દઇશ આ કોઇ સિક્રેટ નહીં રહે.
આ તસવીર તે દરમિયાનની છે જ્યારે પ્રિયંકા ફ્લાઈટમાં આસામ જઈ રહી હતી. તેણે હાથમાં કશું પહેર્યું હતું. જે મંગળસૂત્ર જેવું લાગી રહ્યું હતું.
આમ તો આ તસવીરમાં એવુ કંઇજ નથી, પણ પ્રિયંકાના હાથમાં બ્રેસલેટની ડિઝાઇન થોડીગણી મંગળસુત્રની ચેનની ડિઝાઇન જેવી લાગી રહી છે. તેના કારણે પ્રિયંકાના લગ્નની અટકળો વહેતી થવા લાગી છે.
આમ તો બૉલીવુડમાં આ સમય વેડિંગ સિઝનનો એવા વાદળો મંડરાઇ રહ્યાં છે કે ચારેય બાજુ લગ્નો યોજાઇ રહ્યાં છે. એકબાજુ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન છે, બીજીબાજુ રિપોર્ટ્સ છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ આ વર્ષ લગ્ન કરવાના છે. આટલા બધા લગ્નોના રિપોર્ટ્સની વચ્ચે પ્રિયંકાનું બ્રેસલેટે હલચલ મચાવી દીધી છે. પણ નિરાશ થવાની જરૂર નથી પ્રિયંકાએ સ્પષ્ટતા કરી દીધી છે કે તે લગ્ન કરશે તો તેને સિક્રેટ નહીં રાખે.
નવી દિલ્હીઃ 'દેશી ગર્લ' તરીકે ઓળખાતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના એક ફોટાને લઇને વિવાદ સર્જાયો છે. પ્રિયંકાએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, તેના પર બૉલીવુડથી લઇ ફેન્સ સર્કલમાં વાદ-વિવાદ ઉભો થયો છે.