30 મિનિટના પર્ફોર્મન્સ માટે પ્રિયંકા ચોપરાને મળી અધધધ આટલા કરોડની ઓફર...
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા હાલમાં પોતાના ઈન્ટરનેશનલ શો ‘ક્વોન્ટિકો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. પણ ભારતમાં તેની ડિમાન્ડ ઓછી થઈ નથી. તેનો અંદાજ ઈન્ડ્સ્ટ્રીના પ્રોડ્યુસર્સ અને ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સને છે. કદાચ એટલે જ તેમણે એક એવોર્ડ શોમાં ૩૦ મિનિટના પર્ફોર્મન્સ માટે રૂપિયા ૧૨ કરોડની ઓફર આપવામાં આવી છે.
જો કે આ જ વર્ષે એક એવોર્ડ શોમાં તેને બોલાવવામાં આવી પણ પ્રિયંકાએ ઈનકાર કર્યો હતો. રિપોર્ટસ અનુસાર, પ્રિયંકા બોલિવૂડના ટોપ એક્ટર્સથી ઓછી રકમ લેવા તૈયાર નહોતી.
બોલિવૂડમાં અત્યારે આટલી રકમ ટોપ એક્ટ્રેસ અને અનેક જાણીતા અભિનેતાઓને પણ એક આખી ફિલ્મ માટે મળતા નથી.પ્રિયંકા હાલમાં સોશિયલ મીડિયા દ્વારા જ પોતાના ભારતીય પ્રશંસકો સાથે જોડાયેલી છે અને ક્યારે બોલિવૂડ ફિલ્મોમાં તે ક્યારે પરત આવશે એ ખ્યાલ નથી.
પણ જે રીતે આ એવોર્ડ શોમાં તેને થોડી મિનિટોમાં પર્ફોર્મન્સ માટે રૂપિયા ૧૨ કરોડની ઓફર કરાઈ છે તેનાથી જ ખ્યાલ આવી શકે છે કે પ્રિયંકાનું સ્ટારડમ અત્યારે કેવી ઊંચાઈ પર છે.