કોંગ્રેસની યાદીને PAASએ ગણાવી ‘લોલીપોપ’, રાત્રે ભરતસિંહના ઘરે કરી ધમાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસના અલપેશ કથીરીયાએ ત્યાં સુધી કહ્યું હતું કે, કોંગ્રેસના બે લૂખ્ખાઓને ટિકિટ આપવામાં આવી છે તે ચલાવી લેવાશે નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ પાસનો ઝઘડો કોંગ્રેસે તેમની ટિકિટ માટે સહમતી મેળવી નથી તેનો નથી પણ જેટલી ટિકિટો માગી હતી તે ના મળી તેનો છે.
તેથી અમે જાહેર કરીયે છે કે પાસના બન્ને નેતાઓ ફોર્મ ભરે નહીં અને છતાં પણ જો ફોર્મ ભરશે તો પાસ તેમને હરાવશે. કોંગ્રેસ આ ટિકિટ રદ કરે નહીંતર બીજી જે બેઠકો પર પણ કોંગ્રેસને નુકસાન થતું હશે તે કરવામાં આવશે. જયાં સુધી કોંગ્રેસ અને પાસ વચ્ચે કોઇ સહમતિ ના થાય ત્યાં સુધી ટિકિટ આપવામાં ન આવે. અમારી જાણ વગર પાસના કોઇ નેતાઓને ટિકિટ આપવામાં આવે નહીં. બાંભણિયાએ ઉમેર્યુ કે, જયાં સુધી તેઓ અમને મળશે નહીં ત્યાં સુધી અમે બેસી રહીશું. સોલંકી ફોન ઉપાડતા નહીં હોવાનું પણ પાસના કન્વીનરો દ્વારા કહેવામાં આવ્યું હતું.
પાસ દ્વારા પ્રથમ યાદીમાં 6 જેટલી ટિકિટ માગવામાં આવી હતી પરંતુ કોંગ્રેસની પહેલી યાદીમાં પાસને ફક્ત બે-ત્રણ ટિકિટ જ આપવામાં આવતા પાસ અને કોંગ્રેસ વચ્ચે સમર્થન પહેલા જ ભડકો થવા પામ્યો છે. ભરતસિંહ સોલંકીના ઘરે પહોંચેલા પાસના નેતા દિનેશ બાંભણિયાએ ખુલ્લેઆમ કોંગ્રેસને ચીમકી આપતા કહ્યું છે કે, ધોરાજીથી લલિત વસોયા અને જૂનાગઢથી અમિત ઠુમ્મર જે પાસના નેતા છે તે બન્નેને ટિકિટ આપવામાં આવી છે પણ તે માટે કોંગ્રેસે અમને વિશ્વાસમાં લીધા વગર મનમાની કરી છે.
ભરત સિંહ સોલંકીનાં ઘરે PAAS કાર્યકર્તાઓ પહોંચી ગયા છે અને PASS કન્વીનર દિનેશ બાંભણિયાનો આરોપ છે કે, ભરોસો કર્યા વિના કોંગ્રેસે PASS નાં નેતાઓને ટિકિટ આપી છે. તમને જણાવી દઇએ કે, કોંગ્રેસે 77 ઉમેદવારોમાં માત્ર 3 પાસ નેતાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસે કુલ 23 પાટીદારોને ટિકિટ આપી છે, જેમા 12 કોળી પટેલ છે. 14 ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યા છે. 6 દલિત, 8 ઓબીસીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે બીજેપીએ 15 પાટીદારોને ટિકિટ આપી છે.
જ્યારે સુરતમાં તો પાસ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. મોડી રાત સુધી હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો હતો. પાસનાં કાર્યકરો છેલ્લે કોંગ્રેસ કાર્યાલય પર હલ્લા બોલ કર્યો હતો. ભરત સોલંકીનાં ઘર પાસે દિનેશ બાંભણીયાને પોલીસ સાથે સામાન્ય ઝપાઝપી પણ થઇ હતી. દિનેશની ફેંટ પકડી પોલીસ જીપ તરફ દોરી ગઇ હતી. તેની સામે દિનેશે પોલીસ પર દુર્વ્યહવારનો આરોપ કર્યો હતો.
અમદાવાદઃ કોંગ્રેસે તેની પ્રથમ યાદી બહાર પાડીને થોડી જ વારમાં પાટીદાર અનામત આંદોલનનાં કાયર્કરોએ તેની સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે પાસનાં બે કન્વીનરને ટીકીટ આપતા આખો મામલો બીચક્યો હતો. મોડી રાત્રે પાસનાં કન્વીનરો કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીનાં ઘરે પહોંચી ગયા હતા. ત્યાં તેમણે હોબાળો કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -