પૂણેઃ મરાઠી એક્ટ્રેસ રાહિણી માણેને પૂણે ક્રાઇમ બ્રાંચે અભિનેતા સુભાષ યાદવ પાસેથી 15 લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગુનામાં અરેસ્ટ કરી લીધી છે. રાહિણી માણે પર આરોપ છે કે તે સુભાષ પર યૌન ઉત્પીડનનો ખોટો આરોપ લગાવીને તેને ફસાવવાની ધમકી આપી રહી હતી. આના લઇને સુભાષ ખુબ પરેશાન હતો બાદમાં તેને પૂણે ક્રાઇમ બ્રાંચની આની ફરિયાદ કરી હતી.

ફરિયાદ મળ્યા બાદ પોલીસે આના પર તાત્કાલિક કાર્યવાહી કરી અને રોહિતી માણેને પકડી લીધી હતી. માહિતી અનુસાર, રોહિણીએ અભિનેત્રી સારા શ્રવન અને અન્ય બે પોલીસકર્મીઓની સાથે મળીને સુભાષને બ્લેકમેલ કરીને તેની પાસેથી ખંડણીનો પ્લાન બનાવ્યો હતો.



પણ પોલીસે યોગ્ય સમયે કાર્યવાહી કરતાં રોહિણીને એરેસ્ટ કરી લીધી, એવું પણ કહેવાઇ રહ્યું છે કે ધરપકડના ડરથી ગભરાયેલા પીએસઆઇ અમિત તેકડે ફરાર છે.