મુંબઇઃ દેશમાં ફરી એકવાર કોરોનાના ઓમિક્રૉનના વેરિએન્ટ તબાહી મચાવવાનુ શરૂ કરી દીધુ છે. પરંતુ આ બધાની વચ્ચે બૉલીવુડમાંથી એક મોટી ખબર સામે આવી છે. બૉક્સિ ઓફિસ પર છેલ્લા એક બે અઠવાડિયાથી સાઉથ સ્ટાર અલ્લૂ અર્જૂનની એક્શન એન્ટરટેન્ટ પુષ્પા- ધ રાઇઝની ધૂમ મચી ગઇ છે. એકબાજુ જ્યાં ફિલ્મ 83 સિનેમાહૉલમાં દર્શક નથી મળી રહ્યાં. વળી, તમને જાણીને હેરાની થશે કે ત્રીજા અઠવાડિયે પુષ્પાની હિન્દી વર્ઝનમાં સ્ક્રીન કાઉન્ટ વધ્યુ છે. પહેલા અઠવાડિયે 1401 સ્ક્રીન્સ પર લાગેલી પુષ્પા ત્રીજા અઠવાડિયામાં 1600 સ્ક્રીન્સ પર લાગી છે. આને જોઇને તમે ખુદ અલ્લૂ અર્જૂનની ફિલ્મની સક્સેસનો અંદાજો લગાવી શકો છો.
પુષ્પામાં અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાનાએ જબરદસ્ત અભિનય કરીને બધાને ચોંકાવ્યા છે. 'પુષ્પા' બોક્સ ઓફિસ પર સફળતાના નવા શિખરો બનાવી દીધા છે. આ ફિલ્મ તેની પ્રથમ હાફ સેન્ચૂરી કરવાની તૈયારીમાં છે, અનેનવા રેકોર્ડ્સ બનાવવાના શરૂ કરી દીધા છે.
પુષ્પાની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો, 'પુષ્પા' ચોથી ડબ-હિન્દી ફિલ્મ બની છે, જે સૌથી વધુ કમાણી કરવામાં સફળ રહી છે. મૂવી વીકેન્ડ અને વીકડેઝ બન્નેમાં ટ્રેન્ડ કરી રહી છે. ફિલ્મના હિન્દી વર્ઝનમાં 47 કરોડની કમાણી કરી લીધી છે. જલ્દી મૂવી 50 કરોડ ક્લબમાં સામેલ થઇ જશે. હિન્દી બેલ્ટમાં પુષ્પાની આ ધૂઆંધાર કમાણી તમાને ચોંકાવી રહી છે. જેમને અત્યાર સુધી ફિલ્મ નથી જોઇ તેમના મનમાં એ સવાલ ઉઠી રહ્યો હશે કે છેલ્લે પુષ્પામાં એવુ શુ ખાસ છે? ખરેખરમાં પુષ્પાએ ધૂમ મચાવી દીધી છે. આ પહેલા 'બાહુબલી-૨', 'પોઇન્ટ ઝીરો' અને 'બાહુબલી' એ ડબ- ફિલ્મ તરીકે સૌથી સફળ ફિલ્મ બની રહી હતી. આ ફિલ્મની સફળતાએ યશ અભિનીત ફિલ્મ 'કેજીએફ'ને પણ પાછળ છોડી દીધી છે.
આ પણ વાંચો-------
India Corona Cases: નવા વર્ષે જ કોરોનાએ લીધો ભરડો, 22 હજારથી વધુ કેસ અને 406 લોકોના મોતથી ફફડાટ
ભારતના આ રાજ્યમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 8067 નવા કેસ નોંધાયા
India vs South Africa: સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે આ ગુજરાતી બોલરને વાઇસ કેપ્ટન બનાવાયો