નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ઇજાગ્રસ્ત રોહિત શર્મા વન-ડે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. એવામાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતી બોલર જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે ઓપનર શિખર ધવનની વાપસી થઇ છે.


નોંધનીય છે કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે. ટેસ્ટ બાદ  બંન્ને દેશો વચ્ચે વન-ડે સીરીઝ રમાશે. આ સીરિઝની શરૂઆત 19 જાન્યુઆરીથી થશે. 


નોંધનીય છે કે સાઉથ આફ્રિકા અને ટીમ ઇન્ડિયા વચ્ચે પ્રથમ વન-ડે 19 જાન્યુઆરીના રોજ રમાશે. બીજી વન-ડે 21 જાન્યુઆરી અને ત્રીજી વન-ડે 23 જાન્યુઆરીએ રમાશે. નોંધનીય છે કે આ વન-ડે સીરિઝ મહત્વની એટલા માટે છે કારણ કે વિરાટ કોહલીને વન-ડેના કેપ્ટનપદેથી હટાવ્યા બાદ પ્રથમવાર વન-ડે સીરિઝ યોજાઇ રહી છે. રોહિત શર્મા વન-ડે અને ટી-20નો કેપ્ટન છે.






ટીમ ઇન્ડિયાઃ


કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, વેંકટેશ ઐય્યર, ઋષભ પંત, ઇશાન કિશન, યુઝર્વેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન. વોંશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ.






 


ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ છે ઉચ્ચ શિક્ષિત,  જાણો ક્યા વિષય સાથે કર્યું છે  M.Sc. ? વતન ક્યું છે ? 


 


smartphones of 2021:આ વર્ષે આ સ્માર્ટ ફોને બજારમાં મચાવી ધૂમ, જુઓ યાદી


 


ફિલ્મોમાં નિષ્ફળ આ સ્ટાર પુત્રે ખરીદી 26 લાખ રૂપિયાની Ducati Streetfighter V4 S બાઈક, પોતે જ પોતાને આપી ગિફ્ટ...


 


Hyundai Tucson ભારતમાં લોન્ચ થવા માટે તૈયાર, 10.25 ઇંચ સ્ક્રીન સાથે મળી શકે છે આ પાવરફુલ એન્જિન