મુંબઈઃ બોલિવૂડમાં વર્ષ 2020-21માં અનેક ફિલ્મો રિલીઝ થવાની હતી પરંતુ કોરના મહામારીના કારણે સિનેમાઘર બંધ હતા અને રિલીઝ પાછળ ઠેલાતી રહી. 2021ના અંતમાં સિનેમાઘરો ખૂલવાની સાથે  ફિલ્મો રિલીઝ થવા લાગી અને બોક્સ ઓફિસ પર હાલ કેટલીર ફિલ્મો ધૂમ મચાવી રહી છે. તેલુગુ સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા પણ ચાલુ વર્ષની હિટ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે માત્ર 9 દિવસમાં જ 200 કરોડની કમાણી કરી છે.


અલ્લુ અર્જુન-રશ્મિકાની 'પુષ્પા'ની સ્ટોરી શું છે


પુષ્પા ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મમાં જંગલની વાર્તા દર્શાવી છે. ફિલ્મમાં પુષ્પા રાજ (અલ્લુ અર્જુન) એક લાલ ચંદનનો દાણચોર છે. જે સિન્ડિકેટમાં ઝડપથી આગળ વધે છે. આ દરમિયાન તેને પોલીસ વિભાગ સાથે પણ પનારો પડે છે. આ ફિલ્મ તિરુપતિની પૃષ્ઠભૂમિ પર બની છે. જેમાં જંગલમાં રહેતા લોકોની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી વાર્તા બતાવવામાં આવી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ઉપરાંત આ ફિલ્મમાં મલયાલમ ફિલ્મ સ્ટાર ફહાદ ફાસિલ પણ છે. આ ફિલ્મ તેલુગુ ભાષામાં બની છે પરંતુ તે સમગ્ર વિશ્વમાં હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર નિભા દ્વારા કરવામાં આવ્યું છે અને મનીષ શાહ દ્વારા નિર્મિત છે.


પહેલા કયો સુપરસ્ટાર કરવાનો હતો કામ


આ ફિલ્મમાં પહેલા મહેશ બાબુ કામ કરવાનો હતો. તેણે સ્ક્રિપ્ટ સાંભળીને હા પણ પાડી દીધી હતી અને 2019માં વામશી પૈદિપલ્લીના પ્રોજેક્ટ મહર્ષિ (2019)ને પૂર્ણ કર્યા પછી શૂટિંગ શરૂ કરવાના હતા. રંગસ્થલમ (2018)ની સફળતા પછી સુકુમારે મહેશ બાબુને એક સ્ક્રિપ્ટ સંભળાવી હતી અને તેને તે પસંદ પણ આવી હતી.