Box Office પર છવાઈ Raazi, ચાર દિવસમાં કરી આટલી કમાણી
આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વિકી કૌશલ ઉપરાંત જયદિપ અહલાવત, શિશિર શર્મા, રજિત કપૂર, સોની રાઝદાન, આરિફ ઝકારિયા અને અમૃતા ખનવિલકર જેવા એક્ટર્સ પણ મહત્વના રોલમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મની સ્ટોરી 1971માં થયેલા ઈન્ડો-પાક યુદ્ધ પર આધારિત છે. જેમાં ભારતીય યુવતી (આલિયા ભટ્ટ) એક પાકિસ્તાની ઓફિસર (વિકી કૌશલ) સાથે લગ્ન કરીને પોતાના દેશ માટે જાસૂસી કરે છે.
‘રાઝી’ને લઈને ડિરેક્ટર મેઘના ગુલઝારના મગજમાં સૌથી પહેલા આલિયાનું નામ જ આવ્યું હતું. તેને લાગ્યું હતું કે આલિયા ભટ્ટ જ આ કેરેક્ટરને પૂરતો ન્યાય આપશે. આ ઉપરાંત આલિયા ભટ્ટ સામે પણ એવું કેરેક્ટર જોઈતું હતું જે પાવરફુલ હોય આ માટે મેઘના ગુલઝારે વિકી કૌશલને પસંદ કર્યો હતો.
‘રાઝી’ અંગે આલિયાએ જણાવ્યું હતું કે જ્યારે તેણે રાઝીની સ્ટોરી સાંભળી ત્યારે તેણે એકપણ પળનો વિચાર કર્યા વગર જ હા કહ્યું હતું.
આ રીતે ચાર દિવસમાં ફિલ્મે 39.24 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નોંધનીય છે કે પહેલા દિવસે રાઝીએ 7.53 કરોડ, બીજા દિવસે 11.30 કરોડ અને ત્રીજા દિવસે 14.11 કરોડની કમાણી કરી હતી. આ થ્રિલર ફિલ્મ 2018માં ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી પાંચમી હિંદી ફિલ્મ બની છે.
નવી દિલ્હીઃ ફિલ્મ હાઈવે અને ઉડતા પંજાબમાં શાનદાર પરફોર્મન્સ બાદ એક્ટ્રેસ આલિયા ભટ્ટનું વધુ એક દમદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે. જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શનની ફિલ્મ રાઝી રિલીઝ બાદથી જ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ડાયરેક્ટર મેઘના ગુલઝારની આ ફિલ્મે રિલીઝના ચોથા દિવસે એટલે કે પહેલા સોમવારે 6.3 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -