અમદાવાદ: પેડમેનની એક્ટ્રેસ રાધિકા આપ્ટે એ ખુલાસો કર્યો કે, શ્રીરામ રાઘવનની ફિલ્મ બદલાપુરમાં નાનકડો, પરંતુ બોલ્ડ પાત્ર ભજવ્યા બાદ તેઓને એડલ્ટ કોમેડીની ઓફર્સ આવવા લાગી હતી. બદલાપુરના તેમના એક ન્યૂડ સીનને લઈને લોકોએ તેમના માટે એક વિચાર બનાવ્યો હતો.

બોલિવુડ લાઈફના અહેવાલ અનુસાર, રાધિકાને જ્યારે આવી ફિલ્મોની ઓફર આવી તો તેઓએ ફિલ્મો નકારી કાઢી હતી. રાધિકાનું કહેવું હતું કે, તેઓ એવા પ્રોજેક્ટ્સ નથી કરતા, જેમાં તે ફિલ્મ અને ફિલ્મમેકરના હેતુથી સહમત ન હોય. રાધિકા આપ્ટે એ એક્ટ્રેસમાં આવે છે, જે પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરે છે.

હાલમાં જ એક ઇવેન્ટમાં રાધિકાએ આ વાત કબૂલી છે. રાધિકાએ કહ્યું કે, ‘કારણ કે મે બદલાપુરમાં તે ભૂમિકા ભજવી અને એક શૉર્ટ ફિલ્મ ‘અહલ્યા’ કરી જે બાદ લોકોને એવું લાગતું હતું કે મને આવા રોલજ કરવા છે. હું એ સમયમાં એટલી ઑફર રિજેક્ટ કરતી હતી કે મને સમજાતું ન હતું કે, આ મારા કરિઅર માટે સારું છે કે નહીં.

રાધિકાએ જણાવ્યું કે, બોલિવુડની ખોટી સંસ્કૃતિની તેમના પર ઘણી અસર પડી છે. મને નથી લાગતુ કે, અનેક અવસરો પર સમાનતાની વાત કરે છે. હું અનેક લોકો સાથે સહમત નથી થતી. અનેકવાર પોતાને લઈને ચિંતિંત રહુ છું કે, શું મારું એક કડવુ અને સનકી વ્યક્તિત્વ છે. જેને કારણે મને ઘણુ બધુ મળી નથી રહ્યું.

રાધિકા ઉમેરે છે કે, 'મને લાગે છે કે લોકો પ્રોગ્રેસિવનાં નામ પર કંઇપણ લખે છે. દાખલા તરીકે પુરુષોને નફરત કરવી પ્રોગ્રેસિવ નથી. આ કહાની કહેવાનું એક માધ્યમ છે. પણ એક નિર્દેશક કે લેખક તરીકે આપ કેટલાંક લોકો સુધી પહોંચી રહ્યાં છો. આપની વિચાર શરણી અને નજરીયો સૌથી મહત્વનું છે.'

'ઘણી એવી ફિલ્મો છે જે મને એક મહિલા તરીકે પસંદ નથી. કારણ કે, તે મહિલાઓ અંગે છે. તે સમાનતાની વાત કરે છે પણ એવું છે નહીં. મારી વિચારશરણી ઘણાં બધા લોકો સાથે ઇત્તેફાક નથી રાખતી. પણ તેનો અર્થ એ નથી કે તમે ખોટા જ છો કે હું સાચી જ છું કે પછી તેનાંથી વિપરિત.'