બૉલીવુડના શૉમેન રાજકપૂરની પત્ની કૃષ્ણા રાજનું 87 વર્ષની વયે નિધન
Download ABP Live App and Watch All Latest Videos
View In App87 વર્ષીય કૃષ્ણા રાજ કપૂરને ઓગસ્ટમાં સાઉથ મુંબઇ સ્થિત એક હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. થોડાક દિવસો બાદ તેમને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા હતા. કહેવાઇ રહ્યુ હતું કે, છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત બરાબર ન હતી અને હૉસ્પીટલમાં સારવાર ચાલી રહી હતી.
કૃષ્ણા રાજ કપૂરે વર્ષ 1946માં રાજકપૂર સાથે લગ્ન કર્યા હતા. બન્નેના ત્રણ પુત્રો, રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂર તથા બે પુત્રીઓ રિતૂ નંદા અને રીમા જૈન છે.
કૃષ્ણા રાજ કપૂરના પુત્ર અને અભિનેતા રણધીર કપૂરે મીડિયાને જણાવ્યું કે, કાર્ડિયેક અરેસ્ટ (cardiac arrest)ના કારણે આજે સવારે 5 વાગે મારી માતાનું નિધન થઇ ગયુ.
મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અને નિર્દેશક રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે નિધન થઇ ગયુ છે. આ દુઃખદ સમાચાર આવતાજ આખુ બૉલીવુડ શૉકમાં ગરકાવ થઇ ગયુ હતું. બૉલીવુડ સ્ટાર્સે તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -