Raj Kundra Case: બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. તેની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. ધરપકડ અને કાયદાકીય ગૂંચવણમાં ફસાયા બાદ રાજ કુન્દ્રા અને તેની એપ હૉટશૉટ્સની વિરુદ્ધના કેટલાય ખુલાસા સામે આવી રહ્યાં છે. હવે બૉલીવુડ હૉટ એક્ટ્રેસ ગણાતી શર્લિન ચોપડાએ તેના પર યૌન દુર્વ્યવહારનો ગંભીર આરોપ લગાવ્યો છે. 


રાજ કુન્દ્રા હૉટશૉટ્સ એપ માટે જ પોર્ન વીડિયો બનાવતો હતો, અને આના પર સ્ટ્રીમ કરતો હતો, પોર્નોગ્રાફી કેસમાં શર્લિન ચોપડા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પ્રૉપર્ટી સેલની સામે પોતાનુ નિવેદન નોંધાવવા પહોંચી હતી, તેને એપ્રિલ 2021માં રાજ કુન્દ્રા વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લગાવતા એફઆઇઆર નોંધાવી હતી. 


આ કલમો અંતર્ગત નોંધાયો છે કેસ- 
શર્લિન ચોપડાએ એફઆઇઆર નોંધાવ્યા બાદ રાજ કુન્દ્રા પર આઇપીસીની કલમ 384, 415, 504, 506, 354(એ)(બી)(ડી) અને 509 અને આઇટી એક્ટ 2008ની 67, 67(એ) કલમ અને ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વૂમેન એક્ટ 1986 અંતર્ગત આરોપ નોંધવામાં આવ્યા છે.  


કહ્યા વિના ઘરે પહોંચ્યો રાજ કુન્દ્રા- 
શર્લિન ચોપડાએ પોતાની ફરિયાદમાં ખુલાસો કર્યો કે 2019ની શરૂઆતમાં રાજ કુન્દ્રાએે તેના બિઝનેસ મેનેજરને એક ઓફર વિશે વાત કરવા માટે બોલાવ્યો હતો. 27 માર્ચ, 2019એ બિઝનેસ મીટિંગ બાદ, શર્લિને દાવો કર્યો કે એક મેસેજને લઇને ઝઘડો થવાના કારણે રાજ કુન્દ્રા કોઇને કહ્યા વિના તેના ઘરે આવ્યો હતો.  


જબરદસ્તીથી કિસ કરવાની કરી હતી કોશિશ-
શર્લિન ચોપડાએ આરોપ લગાવ્યો કે રાજ કુન્દ્રા તેને જબરદસ્તીથી કિસ કરવા લાગ્યો હતો, અને અડપલાં કરી રહ્યાં હતો. તે તેનો વિરોધી કરી રહી હતી, તેને એ પણ દાવો કર્યો કે- તે પ્લેઝર માટે એક પરણેલા પુરુષ સાથે સંબંધ નથી બનાવવા માંગતી, અને ના કોઇ બિઝનેસમાં સામેલ થવા માંગતી હતી. આના પર રાજ કુન્દ્રાએ તેને કહ્યું તેની પત્ની શિલ્પા શેટ્ટી સાતે તેના સંબંધો કૉમ્પલિકેટેડ હતો, અને મોટાભાગના સમયમાં તણાવમાં રહેતો હતો.  




આ રીતે બચી શર્લિન ચોપડા- 
શર્લિન ચોપડાએ આગળ વિસ્તારથી બતાવ્યુ કે, તેને રાજ કુન્દ્રા આમ ના કરવા કહ્યું, કેમકે તે ગભરાઇ ગઇ હતી. થોડીવાર બાદ તેને રાજનો ધક્કો માર્યો અને વૉશરૂમમાં દોડી ગઇ હતી. 


ઉલ્લેખનીય છે કે જુલાઇએ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મુંબઇ પોલીસે રાજના ઘરે દરોડા પાડ્યા હતા, અને થોડાક દિવસ પહેલા તેની પત્ની શિલ્પા શેટ્ટી સાથે પુછપરછ પણ કરી હતી.