મુંબઇ : પોર્નોગ્રાફી કેસમાં આરોપી અને મુખ્ય સૂત્રધાર મનાત રાજ કુંદ્રા સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.ય પોર્નોગ્રાફી રેકેટમાં હોટ એક્ટ્રેસ શર્લિન ચોપરાનું નામ પણ બહાર આવ્યું છે. શર્લિન ચોપરાએ રાજ કુંદ્રા સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. શર્લિનનો આક્ષેપ છે કે, રાજ કુંદ્રાએ મારા ઘરે આવીને મને વારંવાર મને કિસ કરીને કહ્યું કે, મારા શિલ્પા સાથે સંબંધ સારા નથી અને અમે અલગ થઈ શકીએ છીએ.
રાજ કુંદ્રાએ વધારે શારીરિક છૂટ લેવાનો પ્રયત્ન પણ કર્યો હોવાનો દાવો શર્લિન ચોપરાએ કર્યો છે. શર્લિને જણાવ્યું હતું કે, રાજ કુંદ્રાની હરકતોથી મને ડર લાગ્યો હતો અને મેં રાજને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પણ રાજ આગળ વધ્યા જ કરતો હતો તેથી થોડીવાર પછી રાજને ધક્કો મારી હું બાથરૂમમાં જતી રહી હતી.
પોર્નોગ્રાફી રેકેટ પ્રકરણમાં શર્લિન ચોપરા પણ આરોપી છે. સેશન્સ કોર્ટે અભિનેત્રી શર્લિન ચોપરાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે શર્લિન પોર્ન રેકેટ કેસમાં સાથીદાર છે. તેને પોલીસે આ કેસમાં સમન્સ મોકલ્યા છે.
શર્લિનનો દાવો છે કે, 2019ની શરૂઆતમાં રાજ કુંદ્રાએ અભિનેત્રી શર્લિનના મેનેજરનો સંપર્ક કર્યો હતો. 27 માર્ચના તેમની મીટિંગ થયા બાદ એક મેસેજને લઇને વિવાદ થયો હતો આથી રાજ અચાનક શર્લિનના ઘરે ગયો હતો એવુ શર્લિને પોલીસને જણાવ્યું હોવાનું કહેવાય છે. શર્લિને ના પાડી છતાં રાજ તેને વારંવાર કિસ કરતો હતો એવો દાવો અભિનેત્રીએ કર્યો હતો.
શર્લિને રાજને કહ્યું હતું કે, પરણેલા પુરુષ સાથે સંબંધ રાખવો નથી. રાજે જવાબ આપ્યો હતો કે પત્ની શિલ્પા શેટ્ટી સાથે સંબંધ ઠીક નથી અને ઘણી વખત ઘરમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ બની જાય છે તેથી બંને છૂટાં પડી શકે છે. વધુ માહિતી આપતા શર્લિને જણાવ્યું હતું કે મને ડર લાગ્યો હતો. મેં રાજને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. થોડીવાર પછી રાજને ધક્કો મારી તે બાથરૂમમાં જતી રહી હતી.