RRR Box Office Collection: રાજામૌલીની ફિલ્મ RRRએ બીજા દિવસે પણ કરી બમ્પર કમાણી

ડિરેક્ટર એસ એસ રાજામૌલીની ફિલ્મ RRRએ કમાણીના મામલે બીજા દિવસે પણ ધમાલ મચાવી છે. ઘણા સમયથી ફેન્સને આ ફિલ્મની રાહ હતી. જેવી આ ફિલ્મ સિનેમાઘરમાં આવી ત્યારે લોકોને ખુબ પસંદ આવી રહી છે .

gujarati.abplive.com Last Updated: 27 Mar 2022 04:53 PM

બ્રેકગ્રાઉન્ડ

RRR Box Office Collection:ડિરેક્ટર એસ એસ રાજામૌલીની ફિલ્મ RRRએ કમાણીના મામલે બીજા દિવસે પણ ધમાલ મચાવી છે. ઘણા સમયથી ફેન્સને આ ફિલ્મની રાહ હતી. જેવી આ ફિલ્મ સિનેમાઘરમાં આવી ત્યારે લોકોને ખુબ પસંદ આવી રહી છે અને તમામ સિનેમાઘરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં રામચરણ, જૂનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગને પોતાનો અભિનય કર્યો છે.


 






તરણ આદર્શે RRRના હિન્દી વર્ઝનનું બોક્સ ઓફિસ પર કલેક્શન શેર કર્યું છે. તેમણે લખ્યું કે, RRRoars બિજા દિવસે વર્ડ ઓફ માઉથનો ફાયદો મળ્યો. મલ્ટીપ્લેક્સ બીજા દિવસે મોટા નફાના સાક્ષી બન્યા. ત્રીજા દિવસે પણ મોટા ગ્રોથની આશા છે. વિકેન્ડ પર 70 પ્લસની આશા છે. શુક્રવાર 20.07 કરોડ,શનિવાર 23.75 કરોડ ટોટલ 43.82 કરોડ.


પહેલા દિવસે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન 200 કરોડ


તરણે શનિવારે અલગ અલગ શહેર અને વિદેશી બોક્સ ઓફિસ પર ફિલ્મના કલેક્શનને શેર કર્યા હતા. પહેલા દિવસે RRRએ ભારતમાં 156 કરોડ, અમેરિકામાં 42 કરોડ, નોનો યુએસ ઓવરસીઝમાં 25 કરોડની કમાણી કરી હતી. ઓવર ઓલ આ આંકડો 223 કરોડને પાર થાય છે. પહેલા જ દિવસે વર્લ્ડ વાઈડ 200 કરોડનો આંકડો પાર કરીને આ ફિલ્મે દમદાર શરૂઆત કરી હતી.


કેમિયોમાં અજય દેવગનની શાનદાર એક્ટિંગ


એસએસ રાજામૌલીનું કલેક્શન જ નહીં પરંતુ આ ફિલ્મનું રિવ્યૂ પણ શાનદાર રહ્યું છે. ક્રિટિક્સ અને ઓડિયન્સએ RRRની ઘણી પ્રશંસા કરી છે. આ ફિલ્મમાં રામચરણ, જૂનિયર એનટીઆર લીડ રોલમાં છે. જ્યારે બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગને આ ફિલ્મમાં  કેમિયો કરીને લોકોનું દિલ જીત્યું છે. આ ઉપરાંત આલિયા ભટ્ટે પણ પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.