સુપરસ્ટાર રજની-અક્ષયની ફિલ્મ 2.0 એ બોક્સ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે કરી શાનદાર કમાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Nov 2018 04:25 PM (IST)
1
2
એક રિપોર્ટ અનુસાર ઉત્તર ભારતમાં 21 કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી છે. જ્યારે તમિલનાડૂમાં શાનદાર પ્રદર્શન કરતા 20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સાથે તેલૂગુ રાજ્યોમાં ફિલ્મે લગભગ 19 કરોડની કમાણી કરી છે.
3
હિંદી ભાષામાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 20.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીની જાણકારી શેર કરતા કહ્યું કે ફિલ્મ કોઈ હૉલીડે પર રિલીઝ થઈ નથી, સાથે શુક્રવાર સિવાય ગુરુવારે રિલીઝ થઈ છે તેમ છતાં બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે.
4
મુંબઈ: સાઉથ સુપરસ્ટાર રજનીકાન્ત અને એક્સન હીરો અક્ષય કુમારની ફિલ્મ 2.0એ રેકોર્ડબ્રેક કમાણી કરી છે. ગઈકાલે એટલે કે 29 નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે પ્રથમ દિવસે 73.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ કમાણી ફિલ્મની તમામ ભાષાઓમાં રિલીઝ થયેલા વર્ઝન્સની છે.