Grand Royal Wedding: પ્રિયંકા-નિક રોકાયા છે તે ઉમેદ ભવન પેલેસની અંદરની તસવીરો
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન માટે 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી આખી હોટલનું બુકિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન કોઈ પણ અન્યને હોટલમાં રૂમ આપવામાં આવશે નહીં. તાજ ઉમેદ ભવન પેલેસને કુલ ચાર દિવસ માટે બુક કરવામાં આવ્યો છે.
અહીં એક ડિસેમ્બરે નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાના ક્રિશ્ચિયન રીત રિવાજો પ્રમાણે લગ્ન કરવામાં આવશે. ત્યાર બાદ 2 ડિસેમ્બરે બન્ને હિંદુ રિત રિવાજો પ્રમાણે સાત ફેરા લેશે.
આ હોટલ વર્ષ 1943માં બની હતી. આ પેલેસ એટલો આલિશાન છે કે અહીં પર લોકો વિદેશોથી પણ લગ્ન કરવા માટે આવે છે.
સુત્રો પ્રમાણે, ઉમેદ ભવન પેલેસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં એક ભાગમાં લક્ઝુરિયસ તાજ હોટલ છે જે ઘણાં વર્ષોથી છે. બીજો ભાગ લગ્ન માટે છે અને ત્રીજો ભાગ સંગ્રહાલય છે.
આ શ્યુટનો ડાયનિંગ એરિયા છે. આ હોટલની ખાસ વાત એ છે કે આમાં 347 રૂમ્સ છે.
આ લગ્ન માટે ઉમેદ ભવન પેલેસ ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે.
પ્રિયંકા-નિકના લગ્નની તસવીરો લિક ના થાય તે માટે અહીંના આખા સ્ટાફને રજા પર મોકલી દેવામાં આવ્યો છે. આ લગ્નનું અરેજમેન્ટ એક એજન્સી કરી રહી છે.
સુત્રો પ્રમાણે, અહીં રોકાવવા માટે એક દિવસનું ભાડું લગભગ 40,000 રૂપિયા છે.
આ તસવીર મહારાજા શ્યુટની છે જેમાં નિક જોનાસ રોકાયો છે.
આ તસવીરો મહારાણી શ્યુટની છે જેને પ્રિયંકા ચોપરા માટે બુક કરવામાં આવ્યો છે. આ તસવીરો જોઈને તમને અંદાજ આવી શકે છે કે આ પેલેસ કેટલો આલિશાન છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પરિવાર સાથે જોધપુર પહોંચી ચૂક્યા છે. 2 ડિસેમ્બર સુધી સતત લગ્નનું ફંક્શન યોજાશે. જોધપુરના ઉમેદ ભવન પેલેસના મહારાણી શ્યુટ અને મહારાજ શ્યુટની તસવીરો જ્યાં પ્રિયંકા અને નિક રોકાવાના છે.