અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ '2.0'નું પ્રથમ પોસ્ટર થયું રિલીઝ, જુઓ
તેમાં તે એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં જોવા મળશે. અક્ષયે આ ભૂમિકા માટે પોતના ગેટઅપને સંપૂર્ણ રીતે બદલી નાંખ્યો છે. આ તસવીર કેટલાક સમય પહેલા જોવા મળી હતી.
ફિલ્મમાં અક્ષય કુમાર, એમજી જૈક્સન, સુધાંશુ પાંડે અને આદિલ હુસૈન જેવા સ્ટાર મુખ્ય ભૂમિકામાં છે. તેનું સંગીત ઓસ્કર વિજેતા એ. આર. રહેમાને આપ્યું છે.
જણાવીએ કે, શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મ 2010ની તમિલ એન્થીરમની સીક્વલ છે. કથિત રીતે આ 350 કરોડ રપિયાના બજેટમાં બની છે.
ફિલ્મકાર કરન જૌહર રવિવારે આ ફિલ્મનું ફર્સ્ટ લુક લોન્ચિગંની યજમાની કરશે.આ ફિલ્મ લયકા પ્રોડક્શન્સની તરફથી એક સત્તાવાર નિવેદન અનુસાર, શહેરના પ્રતિષ્ઠિત યશરાજ સ્ટૂડિયોના કાર્યક્રમમાં આ ફિલ્મના તમામ કલાકાર હાજર રહેશે.
બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર અને સુપરસ્ટાર રજનીકાંતની અપકમિંગ ફિલ્મ '2.0'નું પ્રથમ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. તેની સાથે જ એ પણ જાહેરાત કરવામાં આવી છે કે, આ ફિલ્મનો પ્રતમ લુક રવિવારે રિલીઝ કરવામાં આવશે.