અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ સંકુલમાં મહિલાની બૂમાબૂમ, વિદ્યાર્થીઓ દોડતાં અર્ધનગ્નાવસ્થામાં બળાત્કારી ભાગ્યો
ઘટનાસ્થળે દોડી ગયેલા વિદ્યાર્થીઓએ મહિલા પર બળાત્કાર ગુજારનાર શખ્સને ઝડપી પાડ્યો હતો અને આ પછી તેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. શાહીબાગ પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે બળાત્કાર કરનાર હાઉસ કિપર સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ શહેરના સિવિલ હોસ્પિટલમાં આવેલી બીજે મેડિકલ કોલેજની પાછળ એક મહિલા પર બળાત્કાર થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાત્રે બે વાગ્યે યુજી બોયઝ હોસ્ટેલના બ્લોક-બી પાસે મહિલાનો ચીસાચીસનો અવાજ આવ્યો હતો. આ અવાજ સાંભળી વિદ્યાર્થીઓ અવાજ તરફ દોડતાં એક વ્યક્તિ અર્ધનગ્નાવસ્થામાં ભાગવા લાગ્યો હતો.
આ મહિલા પર બળાત્કાર કરાયો હોવાથી અને મહિલાની હાલત ખરાબ લાગતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી કોન્ડમ પણ મળી આવ્યા હતા. આ મહિલાનો મેડિકલ રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની વધુ વિગતો એવી છે કે, આ મહિલા અસ્થિર મગજની છે અને તે ફૂટપાથ પર સૂઈ રહે છે. જેના પર હાઉસ કિપરે બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં હાઉસ કિપર પેન્ટ ચડાવતા ચડાવતા જ ભાગવા લાગ્યો હતો. જોકે, વિદ્યાર્થીઓએ તેને પકડી પાડ્યો હતો. બીજી તરફ મહિલા અર્ધનગ્ન અવસ્થામાં હોવાથી તેને કપડા પહેરાવાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -