ફિલ્મ ‘થલાઈવર 168’મા જોવા મળશે સાઉથ સુપરસ્ટાર રજનીકાંત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Oct 2019 05:31 PM (IST)
‘એન્થિરન’ તથા ‘પેટ્ટા’ સુપરહિટ થયા બાદ સન પિક્ચર તથા રજનીકાંત ‘થલાઈવર 168’મા ત્રીજીવાર સાથે કામ કરશે.
મુંબઈ: સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે પોતાની આગામી ફિલ્મ સાઈન કરી છે. રજનીકાંત ડિરેક્ટર શિવાની આગમી ફિલ્મ ‘થલાઈવર 168’માં જોવા મળશે. આ ફિલ્મ કલાનિથી મારનના બેનર હેઠળ શૂટ થશે. સન પિક્ચર સ્ટૂડિયો ‘એન્થિરન’ તથા ‘પેટ્ટા’ બાદ ત્રીજીવાર રજનીકાંત સાથે કામ કરશે. સન પિક્ચર દ્વારા ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે ‘એન્થિરન’ તથા ‘પેટ્ટા’ સુપરહિટ થયા બાદ સન પિક્ચર તથા રજનીકાંત ‘થલાઈવર 168’મા ત્રીજીવાર સાથે કામ કરશે. આ ફિલ્મને શિવા ડિરેક્ટ કરશે. રજનીકાંતે હાલમાં જ ‘દરબાર’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મ પોંગલ પર રિલીઝ થવાની છે. રજનીકાંતની આ ફિલ્મમાં નયનતારા લીડ રોલમાં છે. આ ફિલ્મમાં બોલીવૂ઼ડ એક્ટર પ્રતીક બબ્બર પણ જોવા મળશે.