✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સંજય દત્તની ઇમેજ સુધારવા ફિલ્મ બનાવી હોવાના આરોપ પર શું બોલ્યા રાજકુમાર હિરાણી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Aug 2018 10:43 AM (IST)
1

મુંબઇઃ બોલિવૂડ એક્ટર સંજય દત્તાની બાયોપિક ‘સંજૂ’ ભલે પડદા પરથી ઉતરી ગઇ હોય પરંતુ લોકો સવાલ હજુ પણ ઉઠાવી રહ્યા હતા કે શું રાજકુમાર હિરાણીએ સંજય દત્તની ઇમેજ સુધારવા માટે ‘સંજૂ’ ફિલ્મ બનાવી હતી. તાજેતરમાં રાજકુમાર હિરાણીએ આ સવાલનો જવાબ આપ્યો હતો.

2

વધુમાં હિરાણીએ કહ્યું કે, અમે સંજયની લાઇફની તમામ બાબતો બતાવી છે. તેની 308 ગર્લફ્રેન્ડ હતી, તે ડ્રગ્સનો વ્યસની હતો, તે પોતાની દોસ્તની ગર્લફ્રેન્ડ સાથે સૂઇ ગયો હતો. તેમાં ક્યા વ્હાઇટવોશિંગ આવ્યું? જો અમારે કોઇની ઇમેજ જ સુધારવી હોય તો અમે તેને મહાત્મા ગાંધી બનાવ્યો.. તો શું વ્હાઇટવોશ થયું? નોંધનીય છે કે હિરાણીની આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરી. તેમને સારી વાર્તા અને સબ્જેક્ટ મળશે ત્યારે જ આગામી ફિલ્મ બનાવશે.

3

‘સંજૂ’ ફિલ્મનું પ્રદર્શન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં કર્યું હતું. આ દરમિયાન ફિલ્મના ડિરેક્ટર હિરાણીએ મીડિયા સાથે વાત કરી હતી. સંજયની ઇમેજ સુધારવા પર હિરાણીએ જણાવ્યું હતું કે, ‘વ્હાઇટવોશિંગ’ને શબ્દ તરીકે ઉછાળવામાં આવી રહી છે. જેણે ફિલ્મ જોઇ હોય એ જણાવે કે સંજયનો ગુનો શું હતો. તેની પાસે ગન હતી. હા તેણે ગન રાખી હતી અને અમે તે બતાવ્યું છે. અમે એ પણ બતાવ્યું છે કે તેણે પોતાની ભૂલ બદલ પાંચ વર્ષની સજા ભોગવી છે. તેમાં ઇમેજ સુધારવાનો સવાલ જ ક્યાં આવે છે, જે ક્રાઇમ હતો, તેને અમે બતાવ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • સંજય દત્તની ઇમેજ સુધારવા ફિલ્મ બનાવી હોવાના આરોપ પર શું બોલ્યા રાજકુમાર હિરાણી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.