પાવાગઢઃ કારનું ટાયર નીકળી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, એક જ પરિવારના 7 બાળકોનાં મોત
આ ભયાનક અકસ્માત રાતના સમયે સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તે જોઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓને કંપારી છૂટી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાબુંઘોડા રોડ પરથી જઈ રહેલા વાહનનું ટાયર અચાનક નીકળી જવાથી આ અકસ્માત સર્જાયો હતો.
પંચમહાલના જાંબુઘોડા રોડ પર કમકમાટી ભર્યા અકસ્માસ્માતમાં 7 લોકોનાં મોત નિપજ્યા હતાં. પાવાગઢથી 13 કિલોમીટરના અંતરે આવેલા જાંબુઘોડા રોડ પર ભાટ ગામ પાસે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. મૃત્યુ પામેલા તમામ બાળકો હોવાની વિગતો મળી છે.
જ્યારે એક બાળકીને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બોડેલીનો ખત્રી પરિવાર હાલોલ ખાતે તેમના સંબંધિઓને મળીને રાત્રે પરત ફરી રહ્યો હતો ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.
ઈન્ડિકા ગાડીનું ટાયર ફાટતા કાર નાળામાં ખાબકી હતી. નાળામાં પાણી હોવાને કારણે એક જ પરિવારના પાંચ દિકરા અને બે દિકરીઓ પાણીમાં ગરકાવ થઈ જતાં ઘટનાસ્થળે જ તેમના મોત નિપજ્યાં હતાં.
ગોધરા: હાલોલ બોડેલી રાજ્ય ધોરી માર્ગ પર આવેલ જબાન ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવાર સાત બાળકોનાં મોત નિપજ્યાં હતાં. અકસ્માત થતાં જ લોકો બચાવવા માટે દોડી આવ્યા હતાં અને હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તમામ મૃતદેહોને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -