47 વર્ષની વયે ફરી પિતા બન્યો બોલિવૂડનો આ એક્ટર, નવરાત્રિમાં પુત્રીનો જન્મ
રાજપાલ યાદવ હવે ટૂંક સમયમાં ફિલ્મ ચંડીગઢ, અમૃતસર, ચંડીગઢમાં જોવા મળશે. આ એક પંજાબી ફિલ્મ છે. આ ફિલ્મમાં તે ખાસ ભૂમિકામાં જોવા મળશે.
રાજપાલે કેપ્શનમાં લખ્યું કે, મારી નાની દીકરી હની યાદવ હવે મોટી બહેન બની ચૂકી છે. આ નવરાત્રિએ મારા ઘરે એક નાનકડી પરીએ જન્મ લીધો છે. રાજ પાલ યાદવને પ્રથમ પત્ની કરૂણાથી એક દીકરી મોની પણ છે. તેની પ્રથમ પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. રાજપાલે 2003માં રાધા સાથે લગ્ન કર્યા હતા.
રાજપાલ યાદવની પત્ની રાધા યાદવે ફરી એક દીકરીને જન્મ આપ્યો છે. પોતાની ખુશી વ્યક્ત કરતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાજપાલે એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં રાજપાલની મોટી દીકરી જોવા મળી છે જેના ટી-શર્ટ પર લખ્યું છે- મોટી બહેન.
નવી દિલ્હીઃ લાંબા સમયથી લાઈમ લાઈટથી દૂર રહેનાર રાજપાલ યાદવને લઈને એક સારા સમાચાર આવ્યા છે. જો તમે વિચારી રહ્યા છો કે રાજપાલ ટૂંકમાં કોઈ ફિલ્મમાં જોવા મળશે તો એવું નથી. રાજપાલ ફરી એક વખત પિતા બન્યા છે. આ વાતની જાણકારી ખુદ રાજપાલ યાદવે આપી છે.