નાના પાટેકરની થઈ શકે છે ધરપકડ, તનુશ્રી દત્તાએ નોંધાવી FIR
તનુશ્રી તેના વકીલ નિતિન સત્પુરે સાથે બુધવારે રાતે ઓશિવરા પોલીસ સ્ટેશન આવી હતી. આ દરમિયાન તેણે મીડિયાથી બચવા માટે કાળો બુરખો પહેર્યો હતો. તેના વકીલે 40 પેજની ફરિયાદ પોલીસને સોંપી હતી. જેમાં નાના ઉપરાંત અન્ય ત્રણ લોકોના પણ નામ હતા.
તનુશ્રીએ નોંધાવેલી તેની ફરિયાદમાં જણાવ્યું કે, ફિલ્મના એક ગીતના સીનના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. જ્યારે તેણે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, કોઈપણ અશ્લીલ, અશિષ્ટ કે અસહજ સીનનું શૂટિંગ નહીં કરે.
મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે મંગળવારે પાટેકર, નિર્માતા સામી સિદ્દીકી અને નિર્દેશક સાંરગને નોટિસ પાઠવી હતી. આ ઉપરાંત મુંબઈ પોલીસને પણ પત્ર લખીને દત્તાની ફરિયાદ પર કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
આ ચારેય પર છેડતીની કલમ 354 અને મહિલાના સન્માનને ઠેસ પહોંચાડવા માટે કલમ 509 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ પહેલા બુધવારે પોલીસે તનુશ્રીનું નિવેદન નોંધ્યું હતું. તનુશ્રીનો આરોપ છે કે 10 વર્ષ પહેલા ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેનું યૌન શોષણ કર્યું હતું.
મુંબઈઃ બોલીવુડ અભિનેતા નાના પાટેકર પર ધરપકડની લટકતી તલવાર છે. અભિનેત્રી તનુશ્રી દત્તાની ફરિયાદ પર મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. નાના પાટેકર સહિત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યા, નિર્માતા સામી સિદ્દી અને નિર્દેશક રાકેશ સારંગ સામે પણ એફઆઈઆ નોંધવામાં આવી છે.