Raju Srivastav Last Rites Live: પંચતત્ત્વમાં વિલીન થયા રાજુ શ્રીવાસ્તવ, પરિવારે આપી અંતિમ વિદાય
પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું બુધવારે નિધન થયુ હતું
gujarati.abplive.com Last Updated: 22 Sep 2022 12:04 PM
બ્રેકગ્રાઉન્ડ
Raju Srivastav last Rites: પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું બુધવારે નિધન થયુ હતું. રાજુ શ્રીવાસ્તવના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. તે છેલ્લા 42 દિવસથી જીવન માટેની લડાઈ લડી રહ્યા હતા. રાજુ...More
Raju Srivastav last Rites: પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું બુધવારે નિધન થયુ હતું. રાજુ શ્રીવાસ્તવના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. તે છેલ્લા 42 દિવસથી જીવન માટેની લડાઈ લડી રહ્યા હતા. રાજુ શ્રીવાસ્તવે 21 સપ્ટેમ્બરે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર આજે સવારે દસ વાગ્યે કરવામાં આવશે.રાજુ શ્રીવાસ્તવના આજે સવારે 10 વાગ્યે નિગમ બોધ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા દિલ્હીના દશરથપુરીથી સવારે 8 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે. રાજુ શ્રીવાસ્તવના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. સેલેબ્સથી લઈને ચાહકો સુધી દરેક વ્યક્તિ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે દક્ષિણ દિલ્હીના કલ્ટ જિમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવની દિલ્હીની AIIMSમાં 42 દિવસ સુધી સારવાર કરવામાં આવી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પંચતત્ત્વમાં વિલીન થયા રાજુ શ્રીવાસ્તવ
દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજુના ભાઈએ મુખાગ્નિ આપ્યો હતો. હાસ્ય કલાકારને તેના પરિવારના સભ્યોએ ભીની આંખે વિદાય આપી હતી.