રાખી સાવંતે પોતાની ધોલાઈ માટે કઈ એક્ટ્રેસને ગણાવી જવાબદાર? શું કરવાની આપી ધમકી?
હકીકતમાં રાખી હરિયાણાની એક રેસલિંગ મેચ માટે પંચકૂલ ગઈ હતી. અહીં એક વિદેશી રેસલરે ફાઇટ માટે પડકાર ફેંક્યો હતો. જે બાદમાં રાખી સાવંત ડાન્સ કરતી કરતી રેસલિંગ રિંગમાં પહોંચી હતી. રેસલર ગુસ્સે ભરાઈ હતી અને રાખીને પછાડી દીધી હતી. રાખી સાવંત નીચે પટકાતા તે દર્દથી કણસવા લાગી હતી. બાઉન્સરો તાત્કાલિક તેને ઉઠાવીને રિંગમાંથી બહાર લઈ આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાખીએ આરોપ લગાવ્યો કે તનુશ્રી નથી ઈચ્છતી કે હું ડાન્સ કરું. તેણીએ રેસલરને આ કામ કરવા માટે પૈસા આપ્યા હતા. નોંધનીય છે કે રિંગમાં ઘાયલ થયા બાદ રાખીને ચંદીગઢની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ રાખી સાવંતે હરિયાણાની એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, હું તનુશ્રીને નહીં છોડું.
ધોલાઈ બાદ રાખીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હવે રાખી સાવંતે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે કહી રહી છે કે, 'હું તો ડાન્સ કરવા માટે આવી હતી. પરંતુ વિદેશ રેસલર ભડકી ગઈ હતી. હું રેસલર નથી. રેસલરે આ બધુ તનુશ્રીના કહેવાથી કર્યું હતું.'
નવી દિલ્હીઃ કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત મોટેભાગે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે રાખીનું ચર્ચામાં આવવું દુઃખ દાયક છે. રાખીએ રિંગમાં એક રેસલરની ચેલેન્જર સ્વીકારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ રાખી માટે ખરાબ સાબિત થયું. હરિયાણાના પંચકુલામાં એક વિદેશી રેસલરે રાખીની 'ધોલાઇ' કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -