રાખી સાવંતે થોડા દિવસ પહેલા એક વીડિયોમાં પોતે પ્રેગ્નેન્ટ હોવાની જાહેરાત કરી હતી. હવે તેના પતિએ એક વાતચીતમાં રાખીની આ વાતને ફગાવી દીધી હતી. રિતેશે રાખીની પ્રેગ્નેન્સીને લઈને કહ્યું હતું કે, હાલ તે નથી, પણ ટુંક સમયમાં તે થઈ જશે. મને લાગે છે, કે અમારા બે બાળકો થશે, પહેલી દિકરીને બીજો દિકરો.
રાખી સાવંતના પતિ રિતેશે વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે, હું એકદમ સાધારણ વ્યક્તિ છું, જે સવારે 9 વાગ્યે ઓફિસ જાય છે અને સાંજે 6 વાગ્યે ઘરે પાછો આવે છે. હું જાણું છું કે, જ્યારે રાખી સાથે મારા લગ્નની વાત કરી તો ઘણા બધા લોકોએ કહ્યું હતું કે, હું અસ્તિત્વમાં જ નથી.
રાખીના પતિ ક્યારેય કેમેરા સામે કેમ નથી આવ્યો તેને લઈને જવાબ આપતા કહ્યું હતું કે, આખરે તેણે કેમેરા સામે કેમ આવવું જોઈએ? આનાથી તેમને શું મળશે? કદાચ આનાથી પણ વધારે વિવાદાસ્પદ લખવામાં આવશે. આજ થશે ને.
રાખીના પતિએ એ મામલે પણ પોતાનો પક્ષ રજુ કર્યો હતો કે જેમાં રાખીએ પરિવાર દ્વારા બોલ્ડ સીન ના આપવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. રિતેશે કહ્યું હતું કે, હા, તે હવે પરિણિત છે અને તેની નવી જીંદગી છે. કોને સારૂ લાગે કે તેની પત્ની ઓનસ્ક્રીન બોલ્ડ સીન કરે.