આ ફંક્શન દરમિયાન બંને વચ્ચે એક ફની મોમેન્ટ આવી જે કેમેરામાં કેદ થઈ ગઈ. રણવીર સિંહ જે રીતે અલગ અલગ પ્રકારના આઉટફિટમાં નજર આવે છે. ત્યાં પણ કંઈક એ પ્રકારે જ તે સ્ટેજ પર પહોંચ્યો, રણવીર આ ફંક્શનમાં હેટ, બ્લેક સૂટ અને હાથમાં લાકડી પકડી હતી.
તેમજ સ્ટેજ પરથી અચાનક જ તેણે સફળતા અને તેના માટે કોનો શું મત છે તે અંગે વાતો કરી અને પછી સ્ટેજ પરથી નીચે ઉતરતા તેણે કહ્યું કે, ‘આપણે ખૂબ જ સુંદર અને ટેલેન્ટેડ અનુષ્કને જ પૂછી લઈએ કે તેના મતે સફળતા એટલે શું છે?’એમ કરીને તે જ્યારે અનુષ્કા શર્મા પાસે ગયો. અને પુછ્યું કે તારા મતે શું છે સફળતા તો અનુષ્કાએ સીધો જ જવાબ આપ્યો કે "રણવીર તું અહીં હોસ્ટ નથી" એવોર્ડ લેવા આવ્યો છે! આ આત્મજ્ઞાન થતા જ રણવીરે બધાની સામે અનુષ્કાને "ઓહ સોરી" પણ કહ્યું. જો કે રણવીરના અતિ ઉત્સાહી સ્વભાવે આ કારણે તેને ફંક્શનમાં શરમમાં મૂકવવાનો વારો આવ્યો હતો.
જો ઇન્ડસ્ટ્રીમાં કામની વાત કરવામાં આવે તો રણવીર હવે કબીર ખાનની ફિલ્મ 83માં નજર આવશે. જેમાં તેની સાથે દીપિકા પદુકોણે પણ છે. જ્યારે અનુષ્કાએ ફિલ્મ ઝિરોની અસફળતા બાદ હજુ સુધી કોઈ પ્રોજેક્ટની જાહેરાત નથી કરી.