નાના પાટેકરના બચાવમાં આવી આ એક્ટ્રેસ, કહ્યું- તે સમયે તનુશ્રી ડ્રગ્સ લઇને પડી હતી, મેં કહ્યું'તુ ગીત પુરુ
રાખીએ વધુમાં આ ગીત માટે તનુશ્રીએ મને લીગલ નોટિસ પણ મોકલી હતી, પણ ફિલ્મની ટીમે મારો બચાવ કર્યો હતો. તનુશ્રી નાના પાટેકર ઉપર ખોટા આરોપો લગાવી રહી છે.
નાના પાટેકરે મને કહ્યું કે, રાખી તુ બંધુ સંભાળી લે, 100થી વધુ ડાન્સરનો સેટ લગાવેલો છે, પ્રૉડ્યૂસરના પૈસા દાવ પર લાગ્યા છે અને તનુશ્રી ડાન્સ કરવાની ના પાડે છે. જ્યારે રાખીએ તપાસ કરી તો તનુશ્રી 4 કલાકથી ડ્રગ્સ લઇને પડી હતી.
ફિલ્મના સ્ટાફે, ડાયરેક્ટર અને કોરિયોગ્રાફરે વિનંતી કરી છતાં વેન અંદરથી લૉક કરીને પડી રહી હતી. બાદમાં કોરિયોગ્રાફરે મને ફોન કરી અધુરુ શૂટિંગ પુરુ કરવા કહ્યું હતું, નાના પાટેકરે પણ મને ફોન કરીને કામ પુરુ કરવા વિનંતી કરી હતી.
હવે આ વિવાદમાં સેક્સ બૉમ્બ અને આઇટમ ગર્લ સાખી સાવંત નાના પાટેકરના બચાવમાં ઉતરી છે. રાખીએ કહ્યું કે, હું તે સમયે ત્યાં હતી અને ગીત મે પુરુ કર્યુ હતું. નાના પાટેકર પર લાગેલા આરોપો ખોટા છે.
રાખી સાવંતે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, મે 'હોર્ન ઓકે પ્લીઝ' ગીત તનુશ્રીને રિપ્લેસ કરી હતી, મેં આ ગીને શૂટ કર્યુ હતું. જ્યારે શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તનુશ્રી પોતાની વેનમાં ડ્રગ્સ લઇને પડી હતી.
મુંબઇઃ છેલ્લા કેટલાક સયમથી બૉલીવુડમાં નાના પાટેકર અને તનુશ્રી દત્તાનો વિવાદ ચગ્યો છે. તનુશ્રીએ નાના પાટેકર ઉપર સેક્સૂઅલ હરેસમેન્ટનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. બૉલીવુડ આ મુદ્દે બે ભાગમાં વહેંચાઇ ગયુ છે.