રોહિતની કેપ્ટનશીથી કૉચ શાસ્ત્રી ખુશ, કહ્યું- આ 2 બાબતે રોહિત દેખાયો બધાથી અલગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Sep 2018 11:27 AM (IST)
1
2
ફાઇનલ જીત્યા બાદ જ્યારે ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રીને રોહિત શર્માની કેપ્ટનશી વિશે પુછવામાં આવ્યુ, તેમને પ્રસંશા કરતા કહ્યું કે, આખી ટૂર્નામેન્ટમાં કેપ્ટન રોહિત શર્મા એકદમ કૂલ દેખાયો, તે ક્યાંય પણ આક્રમક થયો નહીં. તેને દબાણમાં ટીમને સારી રીતે હન્ડલ કરીને બહાર કાઢી.
3
નવી દિલ્હીઃ એશિયા કપમાં શાનદાર અને દમદાર પ્રદર્શન બાદ કેપ્ટન રોહિત શર્માની દરેક જગ્યાએ પ્રસંશા થઇ રહી છે. એશિયા કપનું ટાઇટલ જીત્યા બાદ ખુદ કૉચ શાસ્ત્રીએ રોહિત વિશે બે ખાસ વાતો કહીને પ્રસંશા કરી છે.
4
કૉચે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત રોહિતે કેપ્ટનશીપમાં જે બૉલિંગ ચેન્જ કરી તે કાબિલેતારીફ છે. જેના કારણે ફાઇનલમાં બાંગ્લાદેશને છેલ્લી 30 ઓવરોમાં માત્ર 100 રન જ બનાવવા દીધા. રોહિતે આખી ટીમને એકસાથે જોડી રાખી હતી.