મુંબઈ: કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ આર્થિક મદદ કરી રહ્યા છે. બોલીવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પણ લોકોની મદદ માટે આગળ આવી છે. બોલીવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે જાહેરાત કરી કે તેણે નવી યુ ટ્યુબ ચેનલ શરૂ કરી છે. આ ચેનલ દ્વારા જે કમાણી થશે તે PM-CARES ફંડમાં દાન કરશે.
એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે YouTube ચેનલ લોન્ચ કરી, કમાણી થશે તે PM-CARES ફંડમાં દાન કરશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Apr 2020 04:52 PM (IST)