નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીથી લડવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોની હેલ્થ સિસ્ટમને મજબૂત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફંડ આપવાને મંજૂરી આપી દીધી છે. આ માટે કેન્દ્ર સરકારે ઇન્ડિયા કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં ખર્ચ માટે આપનારી પુરી રકમ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનોની જરૂરિયાતો પુરી કરવા માટે આ પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજને જાન્યુઆરી 2020થી માર્ચ 2024 સુધી આ પ્રોજેક્ટના ત્રણ તબક્કામાં વહેંચવામાં આવશે. આ દરમિયાન કેન્દ્ર સરકાર રાજ્યોને પૈસા આપતી રહેશે. પ્રથમ તબક્કામાં આપવામાં આવતા રૂપિયાન ઉપયોગ કોવિડ-19 હોસ્પિટલ, આઇસોલેશન વોર્ડ, આઇસીયૂ, વેન્ટિલેન્ટર્સ, ઓક્સીજન સપ્લાય, લેબ, પીપીઇ, માસ્ક, હેલ્થ વર્કરની નિમણૂક જેવી ચીજો પર કરવામાં આવશે.
નેશનલ હેલ્થ મિશનના ડિરેક્ટર વંદના ગુરુનાનીએ એક સર્કુલર જાહેર કરી કહ્યું હતું કે, 100 ટકા સેન્ટ્રેલ પ્રોજેક્ટની જાન્યુઆરી 2020થી માર્ચ 2024 સુધી ત્રણ તબક્કામાં લાગુ કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ કોરોના વાયરસના દર્દીઓને સારવાર માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર હેલ્થ સિસ્ટમને મજબૂત કરવામાં આવશે. સાથે જ તેમાં મેડિકલ ઉપકરણો, દવાઓની ખરીદી, લેબ બનાવવી, બાયો સિક્યોરિટી તૈયારીઓ સહિતને મજબૂત કરાશે.આ સર્કુલર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, હેલ્થ કમિશનરોને મોકલવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, પેકેજને રાજ્યમાં સુરક્ષા ઉપકરણો, એન95 માસ્ક અને વેન્ટિલેટર ખરીદવામાં ઉપયોગમાં લેવાશે.
રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે Covid-19 ઇમરજન્સી પેકજને કેન્દ્ર સરકારની મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2020 02:23 PM (IST)
કેન્દ્ર સરકારે રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનોની જરૂરિયાતો પુરી કરવા માટે આ પેકેજ જાહેર કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -