Stock Market Today: ભારતીય શેરબજાર માટે આ સપ્તાહ અત્યાર સુધી ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારબાદ બે સેશનમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ પાછલા સત્રમાં ફરીથી મોટા ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો અને આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં પણ રોકાણકારો નફો બુક કરતાં જોવા મળી રહ્યા છે. 


આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61799.03ની સામે 264.79 પોઈન્ટ ઘટીને 61534.24 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18414.9ની સામે 95.80 પોઈન્ટ ઘટીને 18319.1 પર ખુલ્યો હતો.


સેક્ટરની સ્થિતિ


બજારમાં ઘટાડાને કારણે બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એમએફસીજી જેવા સેક્ટરમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું. જોકે એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રા સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી રહી છે. જ્યાં સ્મોલકેપ શેરોમાં તેજી જોવા મળી રહી છે ત્યાં મિડકેપ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 20 શેરોમાં તેજી જોવા મળી રહી છે જ્યારે 30 શેરોમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો વધારા સાથે અને 13 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.


હેવીવેઇટ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 30ના 24 શેરો લાલ નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં RIL, LT, HUL, Airtel, Axis Bankનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં ઈન્ફોસિસ, HCL ટેક, DRREDDY, વિપ્રો, TCS, Titan, HDFC, કોટક બેન્કનો સમાવેશ થાય છે.


સેન્સેક્સમાં વધનારા ઘટનારા સ્ટોક




અગાઉના સત્રમાં સેન્સેક્સ 879 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 61,799 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 245 પોઈન્ટ ઘટીને 18,415 પર પહોંચ્યો હતો.


યુએસ અને યુરોપિયન બજારોની સ્થિતિ


અમેરિકી શેરબજારમાં પણ સતત બે સત્રોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેડરલ રિઝર્વે તાજેતરમાં વ્યાજદરમાં વધારો કર્યો હતો અને ફરી એકવાર મંદીની આશંકા વ્યક્ત કરી હતી, જેના કારણે ત્યાંના શેરબજારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. રોકાણકારોના વેચાણને કારણે S&P 500 2.49 ટકા ઘટીને બંધ થયો હતો, જ્યારે ડાઉ જોન્સ 2.25 ટકા અને નાસ્ડેક 3.23 ટકા ઘટીને બંધ થયો હતો.


અમેરિકાની જેમ યુરોપિયન શેરબજારોમાં પણ છેલ્લા સત્ર દરમિયાન મોટો ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પાછલા સત્ર દરમિયાન 3.28 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 3.09 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું. લંડનના સ્ટોક એક્સચેન્જમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.93 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


એશિયન માર્કેટ પણ લાલ નિશાન પર છે


એશિયાના મોટા ભાગના શેરબજારો આજે સવારે ઘટાડા પર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.34 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 1.62 ટકાનો ઘટાડો દર્શાવે છે. હોંગકોંગના શેરબજારમાં 0.13 ટકાનો ઘટાડો છે, જ્યારે તાઈવાનના શેરબજારમાં પણ 1.62 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય દક્ષિણ કોરિયાના કોસ્પી પર પણ 0.64 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.


વિદેશી રોકાણકારો દ્વારા બમ્પર વેચાણ


બજારમાં મોટા ઘટાડાનું એક કારણ વિદેશી રોકાણકારોનું વેચાણ પણ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 710.74 કરોડના શેર વેચીને નાણાં પાછા ખેંચ્યા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં 260.92 મૂક્યા પરંતુ ઘટાડાને રોકવામાં નિષ્ફળ રહ્યા.