રામ ગોપાલ વર્માએ ટ્વિટ કરતા લખ્યું કે, ‘તમને જણાવતા દુ:ખ થઈ રહ્યું છે કે સાંજે 4 વાગ્યે થનારી પત્રકાર પરિષદને રદ્દ કરવામાં આવી છે, કેમકે પોલીસે અમને રોકી દીધા છે અને પોલીસે વિજયવાડામાં મારા પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે, તેમજ મને જબરદસ્તી હૈદરાબાદ મોકલી દીધો છે.” તેમણે ત્યારબાદ પુછ્યું કે, “લોકતંત્ર ક્યા છે? સત્યને કેમ દબાવવામાં આવે છે?”
‘લક્ષ્મી્સ એનટીઆર’ તેલુગુ દેશમ પાર્ટીનાં સંસ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી એનટી રામા રાવનાં જીવન પર આધારિત છે. ફિલ્મમાં એ ઘટનાઓને દર્શાવવામાં આવી છે જેમાં ઑગષ્ટ 1995માં એનટીઆરનાં જમાઈ ચંદ્રબાબૂ નાયડૂએ પાર્ટીની અંદર વિદ્રોહ કર્યો હતો, ત્યારબાદ એનટીઆરને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતુ. 11 એપ્રિલનાં રોજ થયેલી ચૂંટણીને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચ અને સૂપ્રીમ કૉર્ટની મંજૂરી બાદ ફિલ્મ 1 મેનાં આંધ્રપ્રદેશમાં રીલીઝ થશે.
રામ ગોપાલ વર્માએ ફિલ્મનાં નિર્દેશક રાકેશ રેડ્ડી અને અન્યની સાથે ફિલ્મનો પ્રચાર કરવા માટે 28 તારીખનાં રોજ સાંજે 4 વાગ્યે વિજયવાડામાં પ્રેસ કૉન્ફરન્સ રાખી હતી.