નવી દિલ્હીઃ 24 ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. એવામાં આ ખાસ અવસરને ખાસ બનાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માનું ટ્વીટ ચર્ચામાં આવી ગયું છે. રામ ગોપાલ વર્માએ પોતાના ટ્વીટમાં સની લિયોનીનો પણ ઉલ્લેખ કર્યો છે.


અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. ત્યારે અહેવાલ છે કે, ટ્રમ્પ પરિવારના સ્વાગત માટે અમદાવાદમાં 1 કરોડ લોકો ભેગા થશે. ત્યારે રામ ગોપાલ વર્માએ ટ્રમ્પ સાથે જોડાયેલ એક ટ્વીટ કર્યું છે. રામ ગોપાલ વર્માનું ટ્વીટ વાયરલ થયું છે.


અમદાવાદમાં ટ્રમ્પ માટે એક કરોડ લોકો ભેગ થવાને લઈ રામ ગોપાલ વર્માએ ટ્વીટ કર્યું છે. રામ ગોપાલે ટ્વીટમાં લખ્યું, “ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ભારતમાં તેમનું 1 કરોડ લોકો સ્વાગત કરશે, ત્યારે જ સાચું સાબિત થઈ શકે છે જ્યારે અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન, શાહૂરખ, રજનીકાંત, કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ અને સની લિયોનીને ટ્રમ્પની બાજુમાં ઉભા રાખવા જોઈએ.”



રામ ગોપાલ વર્માએ સની લિયોનીનું નામ ખાસ હાઈલાઈટ કર્યું છે. ટ્રમ્પ અને સની લિયોનીનું નામ કેપિટલ લેટર્સમાં લખ્યું છે. ઉલ્લેખનીય છે કે, રામ ગોપાલ વર્મા બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર છે. તેણે રંગીલા, સત્યા, કંપની, ભૂત અને સરકાર જેવી ફિલ્મો બનાવી છે.