નવી દિલ્હીઃ રામાનંદ સાકરની રામાયણ દૂરદર્શન પર રી-ટેલીકાસ્ટ કરવામાં આવીરહી છે અને આ ઔતિહાસિક શોની ફરી એક વખત શાનદાર ટીઆરપા જોવા મળી રહી છે. ફરી એક વખત માત્ર રામાયણની કહાની નહીં પરંતુ તેના કેરેક્ટર પણ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. જેમાંથી ઘમાં એવા છે જે ગ્લેમરસ ટીવી શો અને ફિલ્મોની ચકાચૌંધમાં ક્યાંક ખોવાઈ ગયા હતા.


રામાયણની અન્ય કેરેક્ટરની જેમ જ હવે શોમાં લવ કુશની ભૂમિકા ભજવનાર ત્યારના બાળ કલાકાર હવે મોટા થઈ ગયા છે. આ ભૂમિકા બે મરાઠા બાળકોએ નિભાવી હતી.

જમાવીએ કે, રામાયણમાં લવ અને કુશની ભૂમિકા અભિનેતા સ્વપ્નિલ જોશી અને મયૂરેશ ક્ષત્રદેએ નિભાવી હતી.



રામાયણ સિરિયલને શૂટ કરે ઘણો સમય વીતી ગયો છે અને આ બન્ને બાળ કલાકારો આજે રિયલ જિંદગીમાં પણ એક સિદ્ધિ હાંસલ કરી છે. આ બન્ને કલાકારોમાંથી એક આજે મરાઠી ઈન્ડરસ્ટ્રીનો લોકપ્રિય અભિનેતા છે. જ્યારે બીજો ન્યૂજર્સીમાં છે અને મોટા એક મોટી કંપનીનો CEO તરીકે કામ કરી રહ્યો છે.



લવની ભૂમિકા ભજવનાર સ્વપ્નિલ જોશી મિતવા અને દિશવારી જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. કુશની ભૂમિકા નિભાવનાર મહેશ વિદેશમાં રહે છે. મયૂરેશ એક પ્રાઈવેટ કંપનીમાં અધ્યક્ષ અને સીઈઓ તરીકે કામ કરે છે. તેમણે અગાઉ પણ આ ક્ષેત્રમાં અમુક પ્રતિષ્ઠિત કંપનીઓમાં ઉચ્ચ પદ સંભાલ્યા છે. તેઓ એક શાનદાર રાઈટર પણ છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમણે બે અન્ય વિદેશી લેખકોની સાથે સ્પાઈટ એન્ડ ડેવલપમેન્ટ પુસ્તક લખ્યું છે.