રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો રોલ નિભાવનારા એકટર અરૂણ ગોવિલ ટ્વિટર પર ફેન્સ સાથે જોડાઈ ગયો છે. આ વાતની જાણકારી ખુદ ગોવિલે આપી છે. તેણે ટ્વિટર જોઈન કર્યુ હોવાને લઈ કરેલુ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.
અરૂણ ગોવિલે ટ્વિટ કરીને લખ્યું, આખરે હું પણ ટ્વિટર પર જોડાઈ ગયો છું. જયશ્રી રામ. તેના આ ટ્વિટ પર લોકો કોમેન્ટ કરવાની સાથે સ્વાગત પણ કરી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું, તમારું હાસ્ય તમામ દુઃખોને ખતમ કરી દે છે, સ્વાગત છે.
થોડા દિવસો પહેલા પ્રેસ ઇન્ફોમેશન બ્યૂરો (પીઆઇબી)એ એક ટ્વિટમાં જણાવ્યુ કે, બાર્ક રેટિંગમાં રામાયણના રિપીટ શોએ બાજી મારી છે. પીઆઇબીએ ટ્વિટમાં લખ્યું કે, બાર્ક અનુસાર દૂરદર્શન પર રામાયણના રિ ટેલિકાસ્ટ હિંદી GEC (જનરલ એન્ટરટેઇમેન્ટ ચેનલ) શો કેટેગરીમાં 2015 બાદથી અત્યાર સુધી હાઇએસ્ટ રેટિંગ મેળવ્યું છે.
પ્રસાર ભારતીના સીઇઓ શશિ શેખરે પણ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, 2015માં જ્યારથી બાર્કએ ટીવી ઓડિયન્સ મેજરમેન્ટ શરૂ કર્યું ત્યારથી રામાયણના કારણે દૂરદર્શને પણ રેકોર્ડ બનાવ્યો છે. જેથી સ્પષ્ટ છે કે કોરોનાના જંગ દરમિયાન લોકો રામાયણ દેખવાનું પસંદ કરી રહ્યા છે.
હાલ લોકડાઉનના સમયે દૂરદર્શન પર સવારે 9 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે રામાયરણ પ્રસારિત થાય છે.