કેન્સર સામે લડી રહેલાં બોલિવૂડના આ અભિનેતાનું થયું મોત
મરાઠી રંગમંચમાં રમેશ ભાટકર મોટું નામ હતું. તેમના નિધનના સમાચાર સાંભળી રંગમંચના કલાકારો શોકમાં છે. પરિવારમાં તેમની પત્ની ઉપરાંત એક પુત્ર હર્ષવર્ધન છે. તેમની પત્ની મૃદુલા ભાટકર હાઇકોર્ટમાં જજ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરમેશ ભાટકરે હિંદીથી વધુ મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. મોટાભાગે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળતાં હતાં. દુ:ખની વાત એ છે કે, આજે 'કેન્સર ડે' પર તેનું કેન્સરથી નિધન થયું છે. મરાઠી ફિલ્મ્સ ઉપરાંત રમેશ ભાટકરે હિંદી ટીવી સીરિયલ દામિની, કમાન્ડર અને હેલો ઇન્સ્પેક્ટરમાં પણ કામ કર્યું હતું.
નવી દિલ્હીઃ મરાઠી અને હિન્દી ફિલ્મોના જાણીતા એક્ટર અને હાલમાં જ રીલિઝ થયેલ ફિલ્મ એક્સિડેન્ટ પ્રાઈમ મિનિસ્ટરમાં જોવા મળેલ રમેશ ભાટકરનું કેન્સરની બીમારીને કારણે મોત થયું છે. કેન્સર ડેના દિવસે જ તેમનું મોત થયું છે. તેઓપોલીસની ભૂમિકા નિભાવવા માટે જાણીતા હતા. તેમની ઉંમર 70 વર્ષની હતી. તેમને મુંબઈની એલિઝાબેથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -