કોલકાતાઃ પશ્ચિમ બંગાળની મમતા સરકારે આજે વિધાનસભામાં બજેટ રજૂ કર્યુ. આ બજેટની ખાસ વાત છે કે પશ્ચિમ બંગાળ સરાકરે ત્રિમાસિક આધારે 75 યૂનિટ સુધી ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી છે. ફ્રી વીજળી યોજના દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સમાચારોમાં રહી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રતિ માસ 200 યૂનિટ સુધી વીજળી વાપરવા કોઈ ચાર્જ લાગતો નથી.


પશ્ચિમ બંગાળના બજેટમાં શું થઈ મોટી જાહેરાત

- પશ્ચિમ બંગાળ સરકાર ત્રિમાસિક આધારે 75 યૂનિટ સુધી ફ્રી વીજળી આપશે.

- આગામી ત્રણ વર્ષમાં 100 લઘુ અને મધ્યમ ઉદ્યોગ પાર્ક બનાવવાનો પ્રસ્તાવ, 2020-21 માટે 200 કરોડ રૂપિયાની ફાળવણી.

-રાજ્ય સરકારે આગામી બે નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 માટે ચાના બગીચા પર કૃષિ કર માફ કરવાનો પ્રસ્તાવ રાખ્યો.

- રાજ્ય સરકારે એક નવી યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ બંધુ પ્રકલ્પ છે. યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના 60 વર્ષથી વધારે ઉંમરના લોકો (જેમને અન્ય કોઈ પેન્શન યોજના અતંર્ગત આવરી લેવામાં આવ્યા નથી તેવા)ને 1000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે.


મમતા બેનર્જીના નિશાન પર કેન્દ્ર

બજેટ બાદ પત્રકારો સાથે વાત કરતાં મમતા બેનર્જીએ કહ્યું, હાલ કેન્દ્ર કોઇપણ નિર્ણય કરતા પહેલા રાજ્યો સાથે ચર્ચા-વિચારણા કરતું નથી. આર્થિક દશા સુધારવા માટે દરેકે સાથે મળીને કામ કરવું જોઈએ. જરૂરી હોય તો પ્રધાનમંત્રીએ વિપક્ષ સાથે વાત કરવી જોઈએ.


મમતા બેનર્જીએ એમ પણ કહ્યું, કેન્દ્ર સરકારે નફરતની રાજનીતિમાં વ્યસ્ત રહેવાના બદલે અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ.

સાનિયા મિર્ઝાએ માત્ર 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન, તસવીર જોઈ નહીં થાય વિશ્વાસ

IND vs NZ: ત્રીજી વન ડેમાંથી કયા દિગ્ગજ ખેલાડીનું કપાશે પત્તુ, કોને મળશે ટીમમાં સ્થાન, જાણો વિગત

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ખાસ પ્લાન, અંતિમ વન ડેમાં રમશે આ મોટો દાવ