વારાણસીમાં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની શૂટિંગ દરમિયાન રણબીર-આલિયા પહોંચ્યા મંદિર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jun 2019 01:13 PM (IST)
બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં સાથે જોવા મળ્યા હતા. રણબીર-આલિયાની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં સાથે જોવા મળ્યા હતા. રણબીર-આલિયાની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ કપલ છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. રણબીર-આલિયા હંમેશા એકબીજા સાથે જોવા મળે છે. આલિયાએ ન્યૂયોર્કમાં પણ કપૂર પરિવાર સાથે ન્યૂ યર સમય પસાર કર્યો હતો. એક એવોર્ડ ફંક્શન દરમિયાન બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પ્રથમ વખત એકબીજા સાથે બ્રહ્માસ્ત્રમાં સ્ક્રીન શેર કરતા જોવા મળશે. હાલ બંને ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રણબીર-આલિયા હાલના દિવસોમાં વારાણસીમાં છે. હાલમાં જ તેમની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં બંને કાશી વિશ્વનાથ મંદિરમાં એક સાથે જોવા મળી રહ્યા છે. રણબીર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રને અયાન મુર્ખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.