રણવીર-આલિયાની ફરી એકવાર દેખાઇ જબરદસ્ત કેમેસ્ટ્રી, એકબીજાની બાહોમાં હાથ નાંખીને પહોંચ્યા એવોર્ડ ફંક્શનમાં
ઉલ્લેખનીય છે કે, હવે પછી આ બન્નેની જોડી અપકમિંગ ફિલ્મ 'કલંક'માં સ્ક્રીન શેર કરતી જોવા મળશે. છેલ્લા કેટલાય સમયથી મીડિયામાં ચર્ચા છે કે બન્ને હૉટ કપલ બહુજલ્દી લગ્ન ગ્રંથીથી જોઇઇ શકે છે.
રણબીર અને આલિયાએ પોલીસવાળાઓ સાથે પણ પૈપરાજીથી તસવીરો ક્લિક કરાવી હતી. આ દરમિયાન તેમને પોલીસવાળાઓ સાથે મળીને વાતચીત પણ કરી હતી.
તસવીરોમાં રણબીર અને આલિયા વચ્ચેની કેમેસ્ટ્રી જબરદસ્ત રીતે દેખાઇ આવી છે. આ દરમિયાન રણબીરે બ્લેક શૂટ પહેર્યો હતો જ્યારે આલિયાએ ફૂલ ગાઉનવાળી ચોલી પહેરી હતી.
રવિવારે મુંબઇમાં યોજાયેલા ઉમંગ પોલીસ એવોર્ડમાં રણબીર અને આલિયા બન્ને એકબીજાના હાથમાં હાથ નાંખીને પહોંચ્યા હતા. બન્નેની કેટલીક રૉમેન્ટિક અને ગોર્ઝિયસ તસવીરો વાયરલ થઇ છે.
મુંબઇઃ બૉલીવુડની બીજુ એક હૉટ કપલ હાલમાં ચર્ચામાં છે, આ કપલ છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ. રણબીર અને આલિયા હંમેશા અવારનવાર સાથે જોવા મળે છે, બન્નેની ફરી એકવાર જબરદસ્ત કેમેસ્ટ્રી હાલમાં યોજાયેલા ઉમંગ પોલીસ એવોર્ડમાં જોવા મળી હતી.