આ નાનકડાં દેશના ક્રિકેટરે તોડ્યો આફ્રિદીનો 23 વર્ષ જુનો રેકોર્ડ, બન્યો સૌથી નાની ઉંમરમાં ફિફ્ટી ફટકારનારો ખેલાડી
નેપાલના ક્રિકેટર રોહિતકુમાર પૌડેલ શનિવારે 26, જાન્યુઆરીના દિવસે દુબઇમાં સંયુક્ત આરબ અમિરાત વિરુદ્ધ બીજી વનડેમાં આ ઉપલબ્ધિ પોતાના નામે કરી હતી. રોહિતે 58 બૉલમાં 55 રનની ઇનિંગ રમી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુબઇઃ ક્રિકેટ જગતમાં રોજ નવા નવા રેકોર્ડ બની રહ્યાં છે, તાજેતરમાં જ નેપાલ ક્રિકેટ ટીમના ક્રિકેટર રોહિતકુમાર પૌડેલ સૌથી નાની ઉંમરમાં ઇન્ટરનેશનલ વનડે મેચમાં અર્ધસદી ફટકારનારો બની ગયો છે.
નેપાલે આ મેચમાં યુએઇને 145 રને હરાવ્યુ હતુ, નેપાલે પહેલી બેટિંગ કરતાં 9 વિકેટ ગુમાવીને 242 રનનો સ્કૉર કર્યો હતો. જ્યારે યુએઇની ટીમ 242 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી તો માત્ર 97 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.
રોહિતે 16 વર્ષ 146 દિવસની ઉંમરમાં આ ઇનિંગ રમી હતી. રોહિતની આ ત્રીજી ઇન્ટરનેશનલ મેચ છે. આ સાથે જ રોહિતે પાકિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો 23 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આફ્રિદીએ 16 વર્ષ 217 દિવસમાં, 1996માં ફિફ્ટી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -