10 વર્ષ પછી પોતાના આ Ex-BF સાથે દેખાશે સોનમ કપૂર, એકસયમે ચેટ શૉમાં ઉડાવી'તી મજાક
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોનમ કપૂરનું પહેલુ અફેર રણબીર કપૂર સાથે જ માનવામાં આવે છે, જોકે વધુ સમય ન હોતુ ચાલ્યું. લગભગ 1 વર્ષ ડેટિંગ બાદ દીપિકાના કારણે રણબીરને ડિચ કરી દીધું હતું. સોનમને આ વાત ખુબજ હર્ટ થઇ હતી બાદમાં તેને ખુદ રણબીરની સાથે અફેર હોવાની વાત ચેટ શૉ 'કૉફી વિથ કરણ'માં એક્સેપ્ટ કરી હતી. તે સમય સુધી રણબીરનું દીપિકા સાથે પણ બ્રેકઅપ થઇ ચૂક્યું હતું અને તે કેટરીનાને ડેટ કરવા લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રણબીરે દીપિકાની સાથે તો કામ કર્યું પણ સોનમ અને તે ક્યારેયર એકસાથે નથી દેખાયા. હવે 10 વર્ષ બાદ આ બન્ને ફિલ્મ 'સંજુ'માં સાથે દેખાશે. આ ફિલ્મમાં રણબીર અને સોનમ ઉપરાંત અનુષ્કા શર્મા, પરેશ રાવલ, મનીષા કોઇરાલા, જિમ સર્ભ, બોમન ઇરાની, કરિશ્મા તન્ના, દીપાય મિર્ઝા અને વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે.
આવામાં એકસાથે ચેટ શૉમાં પહોંચેલી સોનમ અને દીપિકાએ કરણના શૉ પર રણબીરની ખુબ મજાક ઉડાવતા કૉમેન્ટ પાસ કરી હતી. કૉમેન્ટ્સ પર રણબીરે તો કંઇજ ન હતું કહ્યું પણ તેના પિતા ઋષિ કપૂરે સોનમ-દીપિકા પર ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી અને પોતાના પુત્રનો પક્ષ લીધો હતો.
30 મેએ રણવીર કપૂરની ફિલ્મ 'સંજુ'નું ટ્રેલર રિલીઝ થઇ રહ્યું છે. આ બધાની વચ્ચે ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ 'સંજુ'નું નવુ પૉસ્ટર શેર કર્યું છે, જેમાં રણવીરની સાથે સોનમ કપૂર પણ દેખાઇ રહી છે.
નોંધનીય છે કે, 2007માં રણવીર અને સોનમે એકસાથે ‘સાવરિયાં’ માં ડેબ્યૂ કર્યું હતું, ભંસાળીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર તો ના ચાલી પણ શૂટિંગ દરમિયાન સોનમ-રણબીરની રિયલ લાઇફ લવ સ્ટૉરી જરૂર ચાલી હતી.
તેમને પૉસ્ટર શેર કરતાં લખ્યું, A still from #Sanju's crazy romantic love life!। પૉસ્ટરમાં રણવીર, સંજય દત્તની ડેબ્યૂ ફિલ્મ રૉકી (1981) વાળા લૂકમાં દેખાઇ રહ્યો છે. પૉસ્ટર દ્વારા સંજય અને ટીના અંબાણીની જબરદસ્ત કેમેસ્ટ્રી બતાવવાની કોશિશ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં સોનમ, ટીનાના રૉલમાં છે.
મુંબઇઃ તાજેતરમાં જ સોનમ કપૂરના લગ્ન તેના જુના મિત્ર આનંદ આહુજા સાથે થઇ ગયા છે, હવે લગ્ન તે પોતાની બૉલીવુડ કેરિયરમાં પરત ફરીથી અત્યારે વીરે દિ વેડિંગના પ્રમૉશનમાં સોનમ વ્યસ્ત છે. સોનમ વિશે નવા ન્યૂઝ આવી રહ્યાં છે, તે પોતાના એક્સ બૉયફ્રેન્ડ સાથે ટુંકસમયમાં અપકમિંગ ફિલ્મમાં દેખાશે.