IPL 2018: મહેન્દ્ર ધોનીએ CSKને ચેમ્પિયન બનાવનાર શેન વોટ્સનને આપ્યું નવું નામ
નોંધનીય છે કે, મેચ બાદ જીવા ઘણાં સમય સુધી મેદાન પર અન્ય બાળકો સાથે રમતી જોવા મળી હતી. મેચમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે 20 ઓવરમાં 6 વિકેટ પર 178 રન બનાવ્યા. જવાબમાં ચેન્નઈએ 18.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ખોઈને ટાર્ગેટ મેળવ્યો હતો. વોટ્સને 57 બોલમાં 117 રન ફટકાર્યા હતા. તેમને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી અને દીકરી જીવાની સાથે એક તસવીર શેર કરતાં લખ્યું- આપ બધાનો સાથ આપવા અને મુંબઈને પીળા રંગમાં રંકવા બદલ આભાર. શેન ‘શોકિંગ’ વોટ્સને હેરાન કરનારી ઇનિંગ રમીને અમને ચેમ્પિયન બનાવ્યા. જીવાને આઈપીએલ ટ્રોફી સાથે કંઈ લેવાદેવા નથી. તેને તો માત્ર લોનમાં દોડવું છે. એવું એનું કહેવું છે.
તેની આ ઈનિંગના વખાણ કરનારાઓમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ સામેલ છે. મેચ બાદ તેણે બધાનો આભાર માનતા શેન વોટ્સનને નવું નામ આપ્યું છે.
નવી દિલ્હીઃ આઈપીએલની 11મી સીઝનનો ખિતાબ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના નામે કરી લીધો છે. રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદ વિરૂદ્ધ આઠ વિકેટે જીત નોંધાવી છે. આ જીતના હીરો ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટ્સન રહ્યા. તેણે ફાઈનલમાં સેન્ચુરી ફટકારતા સીએસકીને સરળ જીત અપાવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -