રણબીર દાદીની સૌથી નજીક હતો પણ તેમની અંતિમયાત્રામાં ના રહી શક્યો હાજર, જાણો કારણ
અંતિમવિધિમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, કરણ જોહર, અર્જૂન કપૂર, આમિર ખાન, કરિના કપૂર, ફરહાન અખ્તર, સૈફ અલી ખાન, અનિલ અંબાણી, આકાશ અંબાણી, બોની કપૂર જેવી હસ્તિઓ ઉપસ્થિત કરી રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલિવૂડના શો-મેન રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે સોમવારે કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર ચેમ્બૂરમાં ઈલેક્ટ્રિક સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં. અંતિમવિધિ દીકરા રણધિર તથા રાજીવે કરી હતી.
જો કે, રણબીર કપૂર અને રીષિ કપૂર તેમની અંતિમવિધિમાં હાજર રહી શક્યા નહતા.રીષિ કપૂર શનિવાર(29 સપ્ટેમ્બર)ના રોજ પત્ની નીતુ તથા દીકરા રણબીર સાથે અમેરિકામાં સારવાર કરાવવા રવાના થયો છે. જેને લઈને રીષિ કપૂર પણ માતાના અંતિમ સંસ્કારમાં હાજર રહી શક્યો નહીં.
1988માં રાજ કપૂરના નિધન બાદ તેમણે પોતાના પરિવારને સાથે રાખ્યો હતો. પોતાના 5 બાળકોની જવાબદારી પણ ઉઠાવી હતી. કૃષ્ણા રાજ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. સેલેબ્સે સોશિયલ મીડિયા પર કૃષ્ણા રાજ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. રાજ કપૂર સાથે તેમને 1946માં લગ્ન કર્યા હતા. તેમને રણધિર, રિષી, રાજીવ, રીમા અને રિતુ એમ પાંચ સંતાનો હતાં.
રણબિર કપૂર અને દાદી કૃષ્ણા રાજ કપૂર
રણબિર કપૂર ભારત આવવા રવાના થઈ ગયો છે, રણબીરે અનેક ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું છે કે તે તેની દાદીનો ખૂબજ નજીક હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -