દિલ્હીમાં આજે ખેડૂતોની મહામાર્ચ, પૂર્વ દિલ્હીમાં ધારા 144 લાગુ
નવી દિલ્હી: ભારતીય કિસાન યૂનિયનના બેનર હેઠળ આજે કિસાન ક્રાંતિ પદયાત્રા દિલ્હી પહોંચી રહી છે. ખેડૂતોની આ યાત્રા ઉત્તરાખંડના હરિદ્વારથી શરૂ થઈ હતી. ત્યારે કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં લેતા દિલ્હી પોલીસે સુરક્ષા વધારી દીધી છે. પૂર્વ દિલ્હીમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિસાન યાત્રાની કારણે આજે નેશનલ હાઈવે 24 અને નેશનલ હાઈવે 58 પર જામ લાગશે તેવી શક્યતાઓ છે. દિલ્હી પોલીસ અને ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસે લોકોને સાવચેતપૂર્વક યાત્રા કરવાની અપીલ કરી છે. ખેડૂતો દિલ્હીમાં રાજઘાટથી સંસદ સુધી માર્ચ કરવાની તૈયારી સાથે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા કિસાન યૂનિયન અને સરકારની વાટાઘાટમાં કોઈજ નિકાલ આવ્યો નથી. જેમાં કિસાન યૂનિયને ખેડૂતોની દેવામાફી અને સસ્તા દરે વીજળીની માંગ કરી હતી. ખેડૂતો સરકાર પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. ખેડૂતોના કહેવું છે કે, પાકના વ્યાજબી ભાવ ના મળવા પર ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. આંદોલનકારી ખેડૂતો મૃતક ખેડૂતોના પરિવાર માટે પૂર્નવાસની માંગ પણ કરી રહ્યા છે.
તંત્રએ ખેડૂતોને દિલ્હીમાં પ્રદર્શન કરવાની મંજૂરી આપી નથી. જેને લઈને દિલ્હી-યૂપી બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. સંસદ ભવન અને રાજઘાટની આસપાસ પણ સુરક્ષા વ્યસ્થાન વધારી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -