Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
‘સંજૂ’એ તોડ્યા આ 6 રેકોર્ડ, પદ્માવત અને સલમાનને પણ છોડ્યા પાછળ
પાંચમો રેકોર્ડઃ સંજૂએ રાજકુમાર હિરાનીની જ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ PKની પહેલા દિવસની કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો. આમિર ખાન સ્ટારર આ ફિલ્મે પહેલા દવિસે 26.63 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછઠ્ઠો રેકોર્ડઃ 120.06 કરોડની સાથે ફર્સ્ટ વિકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ સંજૂના નામે નોંધાઈ ગયો છે. આ ફિલ્મ સલમાન ખાનની ફિલ્મ ‘Tiger Zinda Hai’નો રેકોર્ડ તોડ્યો. ફર્સ્ટ વિકેન્ડમાં ફિલ્મે 115 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ચોથા રેકોર્ડઃ રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજૂ ‘નૉન હૉલીડે વિકેન્ડ’ પર રિલીઝ થઈ, જે અત્યાર સુધીની બીજી એવી ફિલ્મ છે જેણે પહેલા દિવસે જ 34.75 કરોડની કમાણી કરી હોય. જો કે સંજૂથી વધુ કમાણીનો રેકોર્ડ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ ધૂમ-3ના નામે છે. જેણે પહેલા દિવસની કમાણી 35.20 કરોડ રૂપિયા હતી.
ત્રીજો રેકોર્ડઃ સંજૂ ફિલ્મ દ્વારા રણબીર કપૂરે બૉક્સ ઑફિસના કિંગ કહેવાતા સલમાન ખાન, રણવીર સિંહ અને ટાઈગર શ્રોફને પાછળ છોડી દીધા. સાથે જ રણબીર કપૂર એ અભિનેતા બની ગયા છે જેમની ફિલ્મ ઓપનિંગ બૉક્સ ઑફિસમાં સૌથી મોટો ધમાકો કર્યો હતો.
નવી દિલ્હીઃ રણપીર કપૂર સ્ટારર ફિલ્મ સંજૂએ 34.75 કરોડ રૂપિયાની ધમાકેદાર ઓપનિંગ કરી હતી. ફિલ્મે રિલીઝ થતા જ અનેક મોટા બોક્સ ઓફિસ રેકોર્ડ તોડ્યા છે. ત્રણ જ દિવસમાં આ ફિલ્મે 120.6 કરોડની કમાણી કરી છે. આ 2018ની સૌથી મોટી ફિલ્મ બનીને ઉભરી શકે છે, જે રેકોર્ડ હાલમાં પદ્માવત પાસે છે. 12 વર્ષના કરિયરમાં રણબીરની આ ચોથી ફિલ્મ છે જે 100 કરોડના ક્લબમાં પહોંચી શકી હોય.
29 જૂનના રોજ રિલીઝ થયેલી ફિલ્મ સંજૂએ ઓપનિંગ ડે પર 34.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 2018માં રિલીઝ થયેલી એકેય ફિલ્મે એક દિવસમાં આટલું બધું કલેક્શન નથી કર્યું. અગાઉ 15 જૂને સલમાન ખાનની રિલીઝ થયેલી ફિલ્મ રેસ-3ની પહેલા દિવસની કમાણી 29.17 કરોડ રૂપિયા ટાઈગર શ્રોફની બાગી-2એ 25.2 કરોડ રૂપિયા અને પદ્માવતે 24 કરોડનું કલેક્શન કર્યું હતું.
બીજો રેકોર્ડઃ સંજૂ રણબીર કપૂરના કરિયરમાં પહેલા જ દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલાં રણબીરની ફિલ્મ બેશર્મે 21.56 કરોડ, યે જવાની હૈ દિવાનીએ 19.45 કરોડ રૂપિયાની પ્રથમ દિવસે કમામી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -